બરવાળા તાલુકા અને રોજીદ ગામ માં દારૂબંધીનો કડક અમલ કરવા ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા એપ્રિલ 2022 ના તાલુકા સંકલન માં રજૂઆત કરવામાં આવી હતી. - At This Time

બરવાળા તાલુકા અને રોજીદ ગામ માં દારૂબંધીનો કડક અમલ કરવા ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા એપ્રિલ 2022 ના તાલુકા સંકલન માં રજૂઆત કરવામાં આવી હતી.


બરવાળા તાલુકા અને રોજીદ ગામ માં દારૂબંધીનો કડક અમલ કરવા ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા એપ્રિલ 2022 ના તાલુકા સંકલન માં રજૂઆત કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામમાં દારૂબંધી બંધ કરવા અને તેનો કડક અમલ કરવા ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા એપ્રિલ 2022 ની તાલુકા સંકલન મિટિંગમાં રજૂઆત કરી હોવાનું બહાર આવ્યું છે તેમ છતાં પોલીસે કે વહીવટી તંત્રએ ગંભીરતા નહીં લખાવવાનું પરિણામ લઠ્ઠાકાંડ સામે આવ્યો છે.

59 ધંધુકા વિધાનસભા વિસ્તાર ધંધુકા, રાણપુર, ધોલેરા અને બરવાળા તાલુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા બરવાળા તાલુકા સંકલન બેઠકમાં જી. નં આર.એચ 23985 / 55 તારીખ 6 /4 /2022 ના રોજ લેખિતમાં બરવાળા તાલુકામાં દારૂબંધીમાં કડક અમલ કરવા માટે અને રોજીદ ગામે કેસમાં દારૂબંધી કરાવવા માટે રજૂઆત કરી હોવાનું આધારભૂત રીતે જાણવા મળેલ છે.

ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે એપ્રિલ 2022 ની તાલુકા સંકલન બેઠકમાં સાત પ્રશ્નો ઉઠાવ્યા હતા જેમાં પ્રથમ
પ્રશ્ન બરવાળા તાલુકામાં દારૂબંધી નો કડક અમલ કરવા અને રોજીદ ગામે ખાસ દારૂબંધી કરવવા તંત્રને લખી જણાવ્યું હતું.

ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે એપ્રિલ 2022 ની બરવાળા તાલુકા સંકલન બેઠકમાં એવા મતલબની રજૂઆત કરી હતી કે બરવાળા તાલુકામાં દારૂ બંધીમાં કડક અમલ કરવા માટે અને રોજીદ ગામે સ્પેસલ કેશ માં દારૂ બંધી કરવી. બરવાળા તાલુકા માં અધુરી નહેરોના કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે LD૧૪ / ૨ વાળી બ્રાંચ કેનાલની રજૂઆત છે . રોજીદ બસ સ્ટેન્ડથી રાણપરી ગામ સુધીનો રોડ રીપેરીંગ કરવો અથવા નવો મંજુર થયેલ નું કામ શરુ કરવું . બરવાળા તાલુકાના બોટાદ વાળા વળાંક થી પરબડીના પાટિયા સુધી હાઇવે રોડમાં મોટા - મોટા ખાડા પડી વ્હેલ છે .અકસ્માત થાય તેમ છે.તે તાત્કાલિક રીપેરીંગ કરવો . બરવાળા ગામેથી કાપડીયાળી થઇને ઢાઢોદર વાળા રોડમાંકામ ચાલુ છે પણ છેલ્લા છ માસ કરતા વધારે સમયથી કોઇ કામ થયેલ નથી. બરવાળા થી સુરેન્દ્રનગર ની બસ છેલ્લા ૯ માસ કરતા વધારે સમય થી બંધ છે.બરવાળા શહેર અને તાલુકાના પેસેન્જરો ને વાય રોદ , રાણપરી , વૈયા , ચારણકી , જળીલા , મોટી વાવડી , હડમતાળા , રાણપુર , વેજલકા , કરમડનું પાટિયું , ગોખરવાળા નું પાટિયું , ભગુપુર - ચુડા નું પાટિયું , પાંદારી , લીંબડી , અંકેવાળીયા , સિમલા , વઢવાણ , સુરેન્દ્રનગર આ પ્રમાણે ની માત્ર એક બસ છે તે પણ બંધ છે . પાણી પુરવઠા બરવાળા રાણપુર માં સને ૨૦૧૭ થી ૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં કુલ કેટલા કામો મંજુર કરવામાં આવ્યા . જેમાંથી કેટલાક કામો પૂર્ણ થયા તથા કેટલાક કામો પ્રગતિમાં છે અને કેટલાક કામો ચાલુ કરવાના બાકી છે તેના નામ સાથેની વિગતવાર માહિતી મંગાવમાં આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.