આજી જીઆઈડીસીમાં લૂંટના ઇરાદે પરપ્રાંતીય યુવક પર છરીથી હુમલો - At This Time

આજી જીઆઈડીસીમાં લૂંટના ઇરાદે પરપ્રાંતીય યુવક પર છરીથી હુમલો


રાજકોટ તા.01
આજી જીઆઈડિસી વસાહતમાં લૂંટના ઇરાદે પરપ્રાંતીય યુવક સુનિલ પર અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કરતાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગેની વધું વિગત અનુસાર આજી જીઆઈડિસી વસાહતમાં શિવનગરમાં રહેતાં વિજય સાહદેવભાઈ મંડલ (ઉ.વ.34) ગત રાત્રે પોતાના રૂમ પર હતાં
ત્યારે ઘસી આવેલા અજાણ્યા હિન્દી ભાષી ત્રણ શખ્સોએ તુમ્હારે પાસ જીતના પેસા, મોબાઈલ સબ હેમે દેદો વરના જાન સે હાથ ધો બેઠોગે કેહતા યુવકે દેકારો મચાવી દેતાં અજાણ્યા શખ્સો બેઠકના ભાગે છરી ઝીંકી નાશી છૂટ્યા હતાં. જે બાદ આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઇ ગયા હતાં અને ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરળા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો.અને યુવકનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત યુવક મૂળ બિહારનો રેહવાસી છે અને આજી જીઆઈડિસીમાં ભઠીમાં મજૂરીકામ કરે છે અને તેના પર લૂંટના ઈરાદે અજાણ્યા શખ્સોએ હુમલો થયો હતો. બીજા બનાવમાં રામપીર ચોકડી પાસે રહેતાં મધુભાઈ અનસૂયા શત્રુઘ્ન (ઉ.વ.18) ગત રોજ શાસ્ત્રીનગર પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં પડેલ હતો જ્યાંથી પસાર થતા લોકોએ 108 ને જાણ કરી સારવારમાં અત્રેની સિવિલે ખસેડયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.