પોશીનાના ગણવામાં ઘરમાં આગ લાગી હોવા થી ઢોલ વગાડી ગામ લોકોને બોલાવી આગને નિયંત્રણ માં લીધી પણ સામાન બળી ને ખાખ - At This Time

પોશીનાના ગણવામાં ઘરમાં આગ લાગી હોવા થી ઢોલ વગાડી ગામ લોકોને બોલાવી આગને નિયંત્રણ માં લીધી પણ સામાન બળી ને ખાખ


પોશીનાના ગણવાના માં જગદીશભાઈ કાળાભાઈ ગણવા મંગળવાર ના રોજ સાંજે સહ પરિવાર સાથે ઘર ની અંદર હતા. ત્યારે અવિચારશીલ કારણોસર ઘરમાં અચાનક આગ લાગતાં સહ પરિવારનો સાથે ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે આગની ઘટનાથી આસપાસ ના લોકો દોડી આવી આગને નિયંત્રણ માં લાવવા ઢોલ વગાડી ગામ જનોને એકઠા કરી પાણીનો માર કરી આગ ને કાબુમાં લાવી હતી. પણ આગ વધુ હોવાથી ઘરમાં અનાજ, નાણાં ઘરેણાં અને કપડાં તથા ઘરવખરીનો સમાન આગ ની લપેટ માં આવી ને ખાખ થઈ ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.