બોટાદ શહેરમાં મુસ્લિમ યુવાનની અપહરણ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છોડી મુકાયો. - At This Time

બોટાદ શહેરમાં મુસ્લિમ યુવાનની અપહરણ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છોડી મુકાયો.


બરવાળાના આરીફ દિવાન નામના 27 વર્ષીય યુવાનને અપહરણ કરી માર મરાયો.

બોટાદના કુખ્યાતના સાગરિતો દ્વારા મુસ્લિમ યુવાનનું અપહરણ કરાયું.

ચાર શખ્સો દ્વારા લાકડી પાઈપ પટ્ટા દ્વારા માર મરાયો.

બંદૂક દેખાડી યુવકને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ.

બોટાદ શહેરના તુરખા રોડ થી યુવાનને ઉઠાવી વાડી વિસ્તારમાં લઈ જઈ ઢોર માર માર્યો.

ભોગ બનનાર યુવકના પરિવારને જાણ થતાં બોટાદ પોલીસ સ્ટેશન પહોંચતા યુવકને છોડી મુકાયો.

યુવાનને તબિયત લથડતા સારવાર અર્થે બરવાળા સરકારી ખસેડાયો.

હુમલાખોરો અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે ત્યારે પરિવારજનો દ્વારા શખ્સો વિરૃધ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માંગ કરાઈ.

ભોગ બનનાર તેમજ પરિવારને જીવનું જોખમ હોવાનુ જણાવી તાત્કાલિક ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.

23 જુલાઈના રાત્રે 8 વાગ્યા આસપાસ યુવકનું બોટાદ ખાતેથી કરાયું હતું બળજબરી પૂર્વક અપહરણ.

યુવકના પરિવાર જનોએ ટેલિફોનીક સંપર્ક કરતા અપહરણકારોએ ફોન ઉપાડી લાશ ઘરે મોકલી આપવાની ધમકી આપી હતી.

યુવકના શરીરના સંપૂર્ણ ભાગો પર લોહિયાળ ગંભીર ઈજાઓ.

હાલમાં આ ગંભીર બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી પરિવાર જનોએ બોટાદ પોલીસને અરજી નોંધાવી છે પણ હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી.

વહેલી તકે પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપવાની માંગ ઉઠી છે.

બોટાદ શહેરમાં એક દિવસે મુસ્લિમ યુવાનની હત્યા નોંધાઈ છે જ્યારે વધુ એક મુસ્લિમ યુવકનું અપહરણ અને માર મારવાની ઘટના સામે આવતા ચર્ચાએ જોર પકડયું છે.

ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.