શાળા ની દીવાલો ને લાગી ને વેન્ડર માર્કેટ શાકભાજીના થડા હરારજી વાંકે ઉપદ્રવ નું કેન્દ્ર આ છે પાલિકા તંત્ર નો વિકાસ ? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ekydmlk955njh90z/" left="-10"]

શાળા ની દીવાલો ને લાગી ને વેન્ડર માર્કેટ શાકભાજીના થડા હરારજી વાંકે ઉપદ્રવ નું કેન્દ્ર આ છે પાલિકા તંત્ર નો વિકાસ ?


શાળા ની દીવાલો ને લાગી ને વેન્ડર માર્કેટ શાકભાજીના થડા હરારજી વાંકે ઉપદ્રવ નું કેન્દ્ર આ છે પાલિકા તંત્ર નો વિકાસ ?

દામનગર શહેર માં જાહેર સ્થળોએ થયેલ ગંદકી, ઉકરડાઓ નો નિકાલ કરાવા અમરેલી જિલ્લા કલેકટર શ્રી લાઠી પ્રાંત અધિકારી ને વિગતે પત્ર પાઠવી રજુઆત કરાય દામનગર નરપાલિકાની હદમાં આવેલ હવેલી થી થોડે દૂર પ્રાથમિક શાળા નંબર ૧ અને ૨ ની દીવાલને અડીને આવેલ વેન્ડર માર્કેટ ( શાકભાજીના થડા કે જે ઘણા સમયથી બનાવેલ છે પરંતુ બંધ હાલતમાં છે.) ની ફૂટપાથ ઉપર ગંદકીના ગંજ ( ઉકરડા) છે.હાલમાં જે શાકભાજી વેચવા વાળા છે તેને અડીને એટલે કે ખુલ્લી જગ્યામાં પણ ઉકરડા ઓ છે તે સ્થાનિક સત્તાધીશોને ખબર છે છતાં ખુબજ દબાણ આવે ત્યારે નિકાલ કરે છે...પરંતુ સમય જતાં ફરી પાછા ઉકરાડાઓ થઈ જાય છે..હાલ ચોમાસાનો સમય છે ત્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ સ્થળે થી પસાર થવું મુશ્કેલ બની જાય છે.રોગચાળો ફેલાઈ શકે..!!? કાયમી ધોરણે આ બંને સ્થળો ચોખ્ખા રહે કોઈપણ વ્યક્તિ કચરો ન ફેકે અને ઉકરડાઓ ન કરે તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર,પ્રમુખ,એસ.આઈ. સહિત જવાબદાર વ્યક્તિઓને કડક સૂચના આપી યોગ્ય કાર્યવાહી કરાવવામા આવે એવી શહેરી નાગરિકો માંથી રજુઆત છે.આ અરજી મળ્યે તુરંત યોગ્ય કરવામાં આવે તેવી વિનંતી નથી કરતો પણ બુલંદ માંગ છે તેમ અતુલ શુક્લ રિપોર્ટર દામનગર જીલ્લા સમાહર્તા શ્રી,અમરેલી ને પત્ર પાઠવ્યો આ છે પાલિકા તંત્ર નો વિકાસ ? હરરાજી વાંકે પડી રહેલા શાકમાર્કેટ ઉપદ્રવી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]