માલપુર તાલુકાના મોરડુંગરી ખાતે કોંગ્રેસ નું વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ. - At This Time

માલપુર તાલુકાના મોરડુંગરી ખાતે કોંગ્રેસ નું વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ.


૫-સાબરકાંઠા, અરવલ્લી માં લોકસભા ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતપોતાનું એડીચોટી નું જોર પ્રચારમાં લગાવી રહ્યા છે ત્યારે આજે માલપુર તાલુકાના મોરડુંગરી ખાતે કોંગ્રેસનું વિજય, વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું. આ સંમેલનમાં કોંગ્રેસ માલપુર સમિતિના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. બાયડ- માલપુરના પુર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ પણ માલપુર તાલુકાના કોંગ્રેસ કાર્યકરો સાથે ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079..
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.