તલોદના રામપુરા ફીડર ઉપર કૃષિ વીજ પુરવઠો વારંવાર ટ્રીપ થતા ખેડૂતો હેરાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ejxhhpa8ajq0xifb/" left="-10"]

તલોદના રામપુરા ફીડર ઉપર કૃષિ વીજ પુરવઠો વારંવાર ટ્રીપ થતા ખેડૂતો હેરાન


તલોદના રામપુરા ફિડરનો કૃષિ વિજ પુરવઠો વારંવાર ટ્રીપ થતા વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે. વારંવાર ટ્રીપ થવાથી ઈલેક્ટ્રિક ઉપકરણો મળી જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, તલોદ વિદ્યુત બોર્ડ દ્વારા પૂરો પાડવામાં આવતા કૃષિ વીજ પુરવઠામાં રામપુરા ફીડરમાં છેલ્લા ૩ દિવસથી વીજ પુરવઠો વારંવાર ટ્રીપ થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે ધરતી માથે ધાણી ફૂટે તેવી કાળઝાળ ગરમી વચ્ચે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઉનાળુ વાવેતર કરવામાં આવેલ બાજરી, જુવાર, તલનો પાક સુકાવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]