વિદેશી દારૂની ૧૨ પેટી ભરેલી કાર સાથે અમદાવાદનો શખ્સ ઝડપાયો - At This Time

વિદેશી દારૂની ૧૨ પેટી ભરેલી કાર સાથે અમદાવાદનો શખ્સ ઝડપાયો


સાબરકાંઠા જિલ્લાએલસીબીની ટીમ લોકસભા ચૂંટણી સંદર્ભે પ્રાંતિજના મજરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક કાળા કલરની કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને હિંતનગરથી નીકળી છે, જે પ્રાંતિજ થઈને ચિલોડા તરફ જવાની છે, તેવી બાતમી મળી હતી. જે બાદ એલસીબીની ટીમ પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે બાતમી મળેલી કારની વોચમાં હતી. ત્યાર બાદ તે કાર આવતા એલસીબીની ટીમે તેની અટક કરી હતી, પરંતુ ચાલકભાગવા જતા તેને ઝડપી લેવમાં આવ્યો હતો. તેમજ ચાલકની પૂછપરછ કરતા તેણે હિતેન્દ્રકુમાર નટવરલાલ વ્યાસ હોવાની ઓળખ આપી હતી. પોલીસે ૮૧ હજારની દારૂની ૪૭૪ બોટલો સહિત રૂા. ૭.૩૧થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.