ધ્રાંગધ્રા શહેર ખાતે પુવઁ ધારાસભ્યના હસ્તે કોગ્રેસના મધ્યસ્થ કાયાઁલયનુ ઉદ્દઘાટન હાથ ધરાયુ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eemt2wbl2ytq8lpz/" left="-10"]

ધ્રાંગધ્રા શહેર ખાતે પુવઁ ધારાસભ્યના હસ્તે કોગ્રેસના મધ્યસ્થ કાયાઁલયનુ ઉદ્દઘાટન હાથ ધરાયુ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા-હળવદ બેઠક પર પાટીદાર તથા ઠાકોર સમાજના ઉમેદવાર સામે હાલ ચુંટણી જંગ જામ્યો છે જેમા ભાજપે ઉધોગપતિ ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા તથા કોગ્રેસના સ્થાનિક નેતા છત્રસિંહ ગુંજારીયાને ટીકીટ આપી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે કોગ્રેસ ના ઉમેદવાર છત્રસિંહ ગુંજારીયા ભાજપમાંથી જીલ્લા પંચાયત સીટ લડીને જીતી ચુકેલા છે જેઓ હાલમા જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા જ તેઓને ટીકીટની લોટરી લાગી હતી તેવામાં કોગ્રેસ ઉમેદવારે ગત ૧૪ નવેમ્બરના રોજ પોતાનુ ઉમેદવારી ફોમઁ ભરીને પ્રચારના શ્રી ગણેશ કયાઁ હતા તેવામાં ધ્રાંગધ્રા શહેર ખાતે પણ મધ્યસ્થ કાયાઁલયનુ ઉદ્ઘાટન હાથ ધરાયુ હતુ આ કાયાઁલયનુ ઉદ્ઘાટન પુવઁ ધારાસભ્ય હીરાભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ જેમા હાઇવે તથા ધ્રાંગધ્રાના કોંગી કાયઁકરો મોટી સંખ્યામા ઉમટ્યા હતા. કાયાઁલયના ઉદ્ઘાટન સમયે તમામ કાયઁકરો તથા આગેવાનોએ પોત પોતાના વિસ્તારમા કોગ્રેસના ઉમેદવારના પ્રચાર શરુ કરી જંગી બહુમતી સાથે કોગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા આહવાન કયુઁ હતુ. આ તકે કોગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ઉફેઁ પપ્પુભાઇ ઠાકોર, પુવઁ તાલુકા પંચાયત પ્રમુખ સનતભાઇ ડાભી, કોગ્રેસ ગ્રામ્યના પ્રમુખ દિપકભાઇ પટેલ, શહેરી પ્રમુખ નિમઁલભાઇ શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
(અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]