જ્યુબિલી તાર ઓફીસ પાસે જુગાર રમતાં ચાર ઝડપાયા - At This Time

જ્યુબિલી તાર ઓફીસ પાસે જુગાર રમતાં ચાર ઝડપાયા


જ્યુબિલી તાર ઓફીસ પાસે જાહેરમાં જુગાર રમતાં ચાર શખ્સોને રૂ.20400 ની રોકડ સાથે દબોચ્યા હતાં. દરોડાની વિગત અનુસાર, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બિ.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ રોહિત કછોટ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે જ્યુબિલી તાર ઓફિસ પાસે જાહેરમાં રોડ પર જુગાર રમતાં ચંદુ લખમણ ડોડીયા, રમજાન અમદ કલર, અશોક અરજણ ચાવડા અને અશ્વિન ખીમજી પરમારને દબોચી રૂ.20400 ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, જુગાર રમતાં પકડાયેલા ચંદુ ડોડીયા અને અશોક ચાવડા વિરૂદ્ધ અગાઉ પણ જુગારના ગુના નોંધાયેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.