ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં ક્રિપ્ટો સહિત રૃ. ૩૭૦ કરોડની ડિપોઝીટ ટાંચમાં લીધી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ed-attach-rs-370-crore-asset/" left="-10"]

ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં ક્રિપ્ટો સહિત રૃ. ૩૭૦ કરોડની ડિપોઝીટ ટાંચમાં લીધી


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૨૨૦૨૦માં દેશ છોડીને જતા રહેલા ચીનના બે નાગરિકો દ્વારા શરૃ
કરવામાં આવેલી બેંગાલુરુ સ્થિત શેલ કંપનીએ બેંક, પેમેન્ટ ગેટવે અને ક્રિપ્ટો એકાઉન્ટમાં રોકાણ કરેલ ૩૭૦ કરોડ
રૃપિયાની ડિપોઝીટ ઇડીએ ટાંચમાં લેવામાં આવી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં
જણાવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) કર્ણાટકના પાટનગર બેંગાલુરુ
સ્થિત યલો ટયુન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના પરિસરોમાં આઠ ઓગસ્ટથી દરોડા પાડી
રહી છે. દરોડા દરમિયાન મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરવામાં આવી
હતી. મોબાઇલ એપથી ગેરકાયદેસર રીતે લોન આપવાની પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે ઇડી
દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઇડીએ જણાવ્યું હતું કે આવા પ્રકારની મોબાઇલ એપે થોડાક
સમયમાં જ પોતાની દુકાન બંધ કરી લીધી હતી અને નફો ડાયવર્ટ કરી દીધો હતો. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપી એનબીએફસી (નોન
બેકિંગ ફાઇનાન્સિયલ કંપની) અને તેમની ફિનટેક કંપનીઓ સહિતના ૨૩ એકમોએ યલો ટયુન ટેકનોલોજીસ
પ્રાઇવેટ લિમિટેડના વોલેટમાં ૩૭૦ કરોડ રૃપિયાની ડિપોઝીટ જમા કરાવી હતી. આ રકમ
ગેરકાયદે ધિરાણ દ્વારા એકત્ર કરવામાં આવી હતી.આ રકમમાંથી ખરીદવામાં આવેલ ક્રિપ્ટો કરન્સી વિવિધ અજાણ્યા
ફોરેન વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. એજન્સીના જણાવ્યા અનુસાર કંપનીના લાભાર્થીઓને શોધવા માટે
યલો ટયુન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જો
કે કંપનીના પ્રમોટરોને શોધી શકાયા ન હતાં. જો કે તપાસમાં જાણવા મળ્યું હતું કે આ
કંપનીની રચના ચીનના બે નાગરિક એલેક્સ અને કૈડી (વાસ્તવિક નામ નથી)એ સીએ તથા સીએસની
મદદથી કરી  હતી. જો કે બેંક ખાતાઓ ડમી
ડાયરેક્ટરોના નામે ખોલવામાં આવ્યા હતાં. ડિસેમ્બર, ૨૦૨૦માં આ બંને નાગરિકોએ ભારત છોડી દીધું હતું. 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]