લુણાવાડા નગરમાં આવેલ ચાણકય કીડસ્ સ્કુલ દ્વારા નાના બાળકોનો સ્પોર્ટ્સ ડે ઉજવાયો. - At This Time

લુણાવાડા નગરમાં આવેલ ચાણકય કીડસ્ સ્કુલ દ્વારા નાના બાળકોનો સ્પોર્ટ્સ ડે ઉજવાયો.


મહીસાગર જીલ્લાના લુણાવાડા નગરમાં આવેલ ચાણકય કીડસ્ સ્કુલ દ્વારા બાળકો સહિત માતા પિતા માટે પણ સ્પોર્ટ્સ ડે રાખવામા આવ્યો હતો જેમા નાના બાળકો સાથે માતા પિતાએ પણ પોતાનું બાળપણ યાદ કરીને વિવિધ રમતોમાં હર્ષ ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો તેમજ પોતાના બાળકો સાથે વિવિઘ ગેમ્સ રમી આનંદ અનુભવ્યો હતો તેમજ આજની આઘુનિક દુનિયા મા મોબાઈલ સાથે નું જીવન ખૂબ આળસુ થઈ ગયું છે ત્યારે આવી ગેમ કયારેક રમવા મળે તો ભુતકાળ યાદ આવી જાય તેમજ વિવધ ગેમ મા વિજેતા બાળકો સાથે માતા પિતા ને પણ મેડલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ.આમ આનંદ ઉલ્લાસ સાથે વાલીઓ તેમજ નાના ભૂલકાઓ પણ આ સ્પોર્ટ્સ સ્પર્ધામાં જોડાયા હતા.જ્યારે બાળકોમાં પણ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મલ્યો હતો.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.