કચ્છ બાદ દક્ષિણ ગુજરાતમાં ભૂકંપ, 2.9ની તીવ્રતાના ભૂકંપથી લોકો ભયભીત બન્યા

કચ્છ બાદ દક્ષિણ ગુજરાતમાં ભૂકંપ, 2.9ની તીવ્રતાના ભૂકંપથી લોકો ભયભીત બન્યા


કચ્છમાં રાપર સહીતના વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતો લોકોમાં ભય પેઠ્યો છે. ગુજરાતમાં ભૂકંપે અગાઉ 2001માં ભારે તારાજી સર્જી હતી ત્યારે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા ત્યારે ફરી એકવાર આ પ્રકારે હળવા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી વિસ્તારમાં ભીનાર ગામે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું જ્યાં 2.9 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આ આંચકાઓ વાસંદા સહીતના વિસ્તારોમાં અનુભવાયા હતા અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. 2001ની ઘટના બાદ તો નાના મોટા આંચકા સામાન્ય થઇ ગયા છે પરંતુ ભૂકંપના આ આંચકાઓ જ્યારે અનુભવાય ત્યારે સાવચેતી રાખી ઘરની બહાર પણ આવી જઉં હિતાવહ છે.

બે દિવસ પહેલા જ રાપર વિસ્તારમાં ભૂકંપના આંચકાઓ અનુભવયા હતા. કચ્છમાં ગુજરાતની અંદર સૌથી વધુ આંચકાઓ આવતા હોય છે ત્યારે અગાઉ અન્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. અવાર નવાર આ પ્રકારના ભૂકંરના આંચકાઓથી ધરતી ધ્રુજી ઉઠે છે. જેના કારણે લોકોમાં ક્યારેક ભૂકંપના કારણે ભયનો માહોલ પણ જોવા મળે છે. કેમ કે, કચ્છમાં ભૂજ, અંજાર સહીતના વિસ્તારોમાં ભૂકેપથી સૌથી વધુ નુકશાન થયું હતું. ત્યારે લોકો સમક્ષ આ પ્રકારનું ભયાવહ દ્રશ્ય સામે આવી જાય છે કેમ કે, 2001ની અંદર એકવાર મોટા આંચકાઓ બાદ વારંવાર આ આંચકાઓ અનુભવતા હતા પરંતુ નાના મોટા આંચકાઓ પણ ગુજરાત સહીતના વિસ્તારોમાં અનુભવાઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »