નર્મદા જિલ્લાના ખેડૂતોને હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ સહાય યોજનાનો લાભ અપાશે, આ રીતે કરી શકશે અરજી - At This Time

નર્મદા જિલ્લાના ખેડૂતોને હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ સહાય યોજનાનો લાભ અપાશે, આ રીતે કરી શકશે અરજી


7 દિવસમાં નર્મદા જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીમાં અરજી જમા કરવાની રહેશે.

કોમ્પ્રીહેન્સીવ હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ સહાય યોજનાનો લાભ ખેડૂતોને મળી રહે તે માટે કામગિરી શરુ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ” માટે સહાય બાબતની યોજના માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવાની પ્રક્રિયા શરુ કરાઈ છે. જે 3 સપ્ટેમ્બર સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.  જેની નોંધ બાગાયતી ખેતી સાથે સંકળાયેલ ખેડુત મિત્રોને લેવા માટે સૂચન કરાયું છે. આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ખેડૂતો દ્વારા આ મામલે અરજી કરવાની રહેશે.
આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ જરૂરી સાધનીક કાગળો સાથે દિન-૭ માં નર્મદા જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીમાં જમા કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે વિવિધ તાલુકાના બાગાયત અધિકારી તથા નાયબ બાગાયત નિયામક પાસેથી મેળવી શકાશે. વધુ યોજનાની માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ  www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર મેળવી શકાશે. નાયબ બાગાયત નિયામક દ્વારા
ખાસ કરીને આઈ પોર્ટલ પર ખે્ડૂતોને લગતી વિવિધ યોજનાઓને લઈને આ પ્રકારે ઓનલાઈન પ્રક્રીયા કરાવવામાં આવી રહી છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો આસાનીથી વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે તે માટે આઈ પોર્ટલની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon