મતદાનના દિવસે અને મતદાનના આગલા દિવસે અખબારોમાં પૂર્વ પ્રમાણિકરણ વિનાની રાજકીય જાહેરખબર પર પ્રતિબંધ - At This Time

મતદાનના દિવસે અને મતદાનના આગલા દિવસે અખબારોમાં પૂર્વ પ્રમાણિકરણ વિનાની રાજકીય જાહેરખબર પર પ્રતિબંધ


એમ.સી.એમ.સી સમક્ષ પૂર્વ પ્રમાણિત કરાવ્યા વિના કોઈપણ રાજકીય પક્ષ-ઉમેદવાર-સંસ્થા કે વ્યક્તિ જાહેરાત છપાવી શકશે નહિં

ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે મતદાનના દિવસે અને મતદાનના આગળના દિવસે પૂર્વ મંજૂરી વિના અખબારોમાં કોઈપણ પ્રકારની રાજકીય જાહેરખબરો પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે મતદાનનાં દિવસ તથા તેના એક દિવસ પહેલાંના દિવસે કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/સંસ્થા કે વ્યક્તિ પૂર્વ પ્રમાણિત કરાવ્યા વગરની જાહેરખબર અખબારોમાં છપાવી શકશે નહિં.

આ નિર્ણય અંતર્ગત પ્રથમ તબક્કા માટે તા.30 નવેમ્બર અને તા.1 ડિસેમ્બર દરમિયાન એમ.સી.એમ.સી.(મિડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટિ) દ્વારા પૂર્વ-પ્રમાણિત(પ્રિ-સર્ટીફિકેશન) કરી ન હોય તેવી કોઈપણ રાજકીય જાહેરખબરો રાજ્યમાં પ્રકાશિત થતાં કોઈપણ અખબારમાં પ્રસિદ્ધ કરી શકાશે નહિં. ભારતીય ચૂંટણી પંચે મતદાનના દિવસે તથા મતદાનના એક દિવસ પૂર્વે એમ બે દિવસમાં કોઈપણ પ્રકારની રાજકીય પક્ષોની જાહેરાત માટે એમ.સી.એમ.સી.ની મંજૂરી ફરજિયાત બનાવી છે. એમ.સી.એમ.સી. પાસેથી પૂર્વ પ્રમાણિત કરીને સર્ટીફિકેટ લેવામાં આવ્યું હોય એવી જ જાહેરાત પ્રસિદ્ધ કરી શકાશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.