( આજનાં આધુનિક યુગનાં સમૂહ ગરબા મહોત્સવો વચ્ચે ) " ડભોઈ નગર - તાલુકામાં માઁ આધ્યાય શક્તિના નવરાત્રીના પર્વમાં શેરી ગરબાઓમાં ખેલૈયાઓની રમઝટ " - At This Time

( આજનાં આધુનિક યુગનાં સમૂહ ગરબા મહોત્સવો વચ્ચે ) ” ડભોઈ નગર – તાલુકામાં માઁ આધ્યાય શક્તિના નવરાત્રીના પર્વમાં શેરી ગરબાઓમાં ખેલૈયાઓની રમઝટ “


રિપોર્ટ-- નિમેષ સોની,ડભોઈ

ડભોઇ નગર સહીત ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના નવલા પર્વની ઉજવણી દબદબાભેર આનંદ - ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉત્સાહભેર થઈ રહી છે. આજની નવયુવાન પેઢી નવરાત્રીની નવલી રાત્રે મોટા ગરબાના આયોજકો દ્વારા યોજતા ગરબા મહોત્સવમાં જોડાતાં હોય છે. પરંતુ ડભોઈ - દર્ભાવતિ નગરી અને સમગ્ર તાલુકામાં વર્ષોથી યોજાતાં શેરી ગરબાઓની જાહોજલાલી રૂપ રમઝટ આજે પણ યથાવત રહેવા પામી છે.
ડભોઇ નગરમાં કેટલાય વર્ષોથી શેરી ગરબાઓનું આયોજન થતું હોય છે. માં શક્તિની આરાધનાનું પર્વ શરૂ થતાની સાથે જ ડભોઇના ખૂણે ખૂણે થી શેરીઓમાં યોજાતાં ગરબાના સૂરીલા સૂર રેલાતા જોવા મળે છે. શેરીઓમાં યોજાતાં આ ગરબાઓ ધીરે ધીરે જામવા લાગ્યા છે .શેરીઓમાં ગરબે ઘૂમતી યુવતીઓના ઝાંઝરના રણકારથી વાતાવરણ રણકી ઉઠયું હતું અને એમ લાગતું હતું કે રાત પડે એટલે દિવસ થયો હોય એટલી ચહલ-પહલ રસ્તાઓ પર જણાતી હતી. ડભોઇ નગરમાં કોટ વિસ્તાર બહાર આવેલ ચુનીલાલ પાર્ક સોસાયટી, ઉમા સોસાયટી, વિશ્રાન્તિ ગ્રીન સોસાયટી તથા અંબિકા નગર સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓ અને ડભોઇમાં નગરની વિવિધ પોળો જેવીકે, રાણાવાસ્, સોની ફળીયા, દ્વારકાધીશ મંદિર, ભીખનકૂઈ, શિરોલાવાગા વગેરે વિસ્તારમાં શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત શિનોર ચોકડી પાસે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્રારા છેલ્લા ૪૨ વર્ષથી શેરી ગરબા યોજાય છે જે આજે પણ યથાવત છે.
આદ્યશક્તિ માં જગદંબાની ઉપાસના પર્વની શરૂઆત કરતા પહેલા ગરબાના આયોજકો દ્વારા ધાર્મિક વિધી મુજબ માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને માતાજીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ખૂબ જ રોમાંચક પળો માં શેરી ગરબા મહોત્સવ શરૂ થયો હતો જેના કારણે ડભોઇનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જેમ જેમ દિવસો નવરાત્રિના વીતતા જાય છે તેમ તેમ શેરી ગરબાઓની રમઝટ જામતી જાય છે અને ગરબામાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે. નવરાત્રીની નવ રાતો વીતી જાય તે પહેલા તેના આનંદ માટે યુવાધન પૂર બહારમાં ખીલી ઉઠ્યું છે ગરબા જોવા માટે રાત્રિના લોકટોળા ઉમટી પડે છે ભારે ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધા સાથે નવરાત્રીના શેરી ગરબાઓ પણ ડભોઇ નગર તેમજ તાલુકામાં જામતા જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.