નનાનપુર ગામે શિવકૃપા જીવદયા મંડળ દ્વારા એ પંખીડા સુખેથી ચણજો...ની વ્યવસ્થા માટે પક્ષીઓનું ખાતમુહૂર્ત કરાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e7kp3xllnpuvogn6/" left="-10"]

નનાનપુર ગામે શિવકૃપા જીવદયા મંડળ દ્વારા એ પંખીડા સુખેથી ચણજો…ની વ્યવસ્થા માટે પક્ષીઓનું ખાતમુહૂર્ત કરાયું.


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે શિવહરી કૃપા જીવદયાપ્રેમી મંડળ દ્વારા અબોલ પક્ષીઓના ચણ માટે સુવિધા સભર પક્ષીચણ પક્ષીઘર નું અધ્યયન નું ખાતમુહૂર્ત આજે નનાનપુર ના વતની અને માતાજી ના ઉપાસક હર્ષદભાઈ ડી.પંચાલ ના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. શિવકૃપા જીવદયા મંડળના વિનુભાઈ નાયી, ભરત મિસ્ત્રી રીટાયર્ડ શિક્ષક અને ક્ષત્રિય સમાજ ના આગેવાન પ્રતાપસિંહ હીરાજી ચૌહાણ સહિતના શિવકૃપા જીવદયા મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એ પંખીડા સુખેથી ચણજો..ની કહેવત પ્રમાણે અબોલ પક્ષીઓ માટે સંપૂર્ણ સુવિધા યુકત અને પક્ષીઓ નિર્ભય પણે ચણ ચણી શકે એ માટેની સુંદર વ્યવસ્થા ઉભી કરવાનું આ પ્રેરણાદાયી પગલાનને લોકોનો સુંદર સહયોગ સાંપડી રહ્યો છે.તો દાતાઓ પણ મુક્ત મને આ ભગીરથ કાર્યમાં જોડાયેલા પક્ષીચણ અભિયાનમાં સાથ સહકાર આપે એમ મંડળ દ્વારા જીવદયા પ્રેમીઓ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]