રાજકોટમાં દરજી કામ કરતા 39 વર્ષના શખ્સે ડ્રેસનું માપ લેવાને બહાને 13 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કર્યા

રાજકોટમાં દરજી કામ કરતા 39 વર્ષના શખ્સે ડ્રેસનું માપ લેવાને બહાને 13 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કર્યા


રાજકોટ રેલનગર વિસ્‍તારમાં રહેતાં અને દરજી કામ કરતાં એક સંતાનના પિતાએ 13 વર્ષની એક સગીરાને ડ્રેસનું માપ લેવાના બહાને બોલાવી હતી. બાદમાં શારીરિક અડપલા કરતાં સગીરા ગભરાઇ ગઈ હતી. આથી સગીરા ડ્રેસનું માપ દીધા વગર જ ભાગી ગઈ હતી. સગીરાએ પોતાના ઘરે વાત કરતા આ હવસખોર શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદ પરથી રેલનગરની એક ટાઉનશીપમાં રહેતાં 39 વર્ષના શૈલેષ ભલગામડીયા નામના શખ્‍સ વિરૂદ્ધ IPC 354 (A) તથા પોક્‍સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »