આર.ટી.ઓ. એજન્ટ સહિત બે શખ્સ રૂ.5.28 લાખના દારૂ સાથે પકડાયા

આર.ટી.ઓ. એજન્ટ સહિત બે શખ્સ રૂ.5.28 લાખના દારૂ સાથે પકડાયા


નવા થોરાળામાં વિદેશી દારૂના કટિંગ સમયે મોડી રાતે પોલીસ ત્રાટકી

દિવાળીના તહેવાર નજીક આવતાની સાથે જ દારૂના ધંધાર્થીઓ શહેરમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા જંગી જથ્થો મગાવી રહ્યાં છે. ત્યારે શહેરના નવા થોરાળા-2માં બે મકાન વચ્ચેના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટિંગ થઇ રહ્યું હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે મોડી રાતે દરોડો પાડ્યો હતો. આરોપીઓ ભાગી ન જાય તે માટે પોલીસે તકેદારી પૂર્વક ત્રાટકી હતી. ત્યાંથી બે શખ્સ મળી આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »