નવું નિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરે શું કર્યું? જુઓ સ્ટોરી જવાબદારી સંભાળતા ની સાથે જ એક્શન મોડમાં - At This Time

નવું નિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરે શું કર્યું? જુઓ સ્ટોરી જવાબદારી સંભાળતા ની સાથે જ એક્શન મોડમાં


જુનાગઢ જિલ્લા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ હરેશભાઈ ઠુંમર જવાબદારી સંભાળતા ની સાથે જ એક્શન મોડમાં
તાજેતરમાં જુનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ સહિતની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલ હતી જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હરેશભાઈ ઠુંમરની નિમણૂક કરવામાં આવેલ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આ નિમણૂકને આવકારવામાં આવેલ હતી
હરેશભાઈ ઠુંમર પ્રમુખ ની જવાબદારી સંભાળતા ની સાથે જ એક્શન મોડમાં આવ્યા હતા અને એક પરિપત્ર જિલ્લાને તાલુકા પંચાયતે કરવામાં આવેલ હતો જેમાં ખાસ કરીને સ્વચ્છ અભિયાન સત્યનારાયણ ભગવાનની કથા, મારો વ્યવહાર અરજદારો, કર્મચારીઓ અધિકારીઓ સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ,તાલુકા પંચાયતના ન્યાય મંદિર ગણવું તેઓ સંકલ્પ કરવો જોઈએ તેવા પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવેલ હતો
આ પરિપત્ર કર્યા બાદ હરેશભાઈ ઠુમર દ્વારા જુનાગઢ જિલ્લા પંચાયતને સાફ-સફાઈ કરાવી કર્મચારીઓ સાથે રહી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવેલ હતી ત્યારબાદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતે સાફ-સફાઈ કરી સત્યનારાયણની કથા કરવામાં આવે કર્મચારીઓ અધિકારીઓ સાથે સંકલ્પ કરવામાં આવે તેઓ પરિપત્ર જાહેર કર્યા બાદ સો પ્રથમ મેંદરડા તાલુકા પંચાયતે સાફ સફાઈ અભિયાન કરી ઓફિસના તમામ કર્મચારીઓ સાથે વિવિધ કામગીરી કરી સંકલ્પ લેવામાં આવ્યો હતો
રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.