ધંધૂકા અને રાયકા ફાટક પર રેલ્વે તંત્રની બેદરકારી થી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dfxoiuvfgowtesyl/" left="-10"]

ધંધૂકા અને રાયકા ફાટક પર રેલ્વે તંત્રની બેદરકારી થી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.


અમદાવાદ જીલ્લા ના ધંધૂકા અને રાયકા ફાટકપર રેલ્વે તંત્રની બેદરકારી થી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.
ધંધુકા શહેર અને પંથકવાસીઓ ટ્રાફીકની સમસ્યાથી પાછલા ઘણા સમયથી પરેશાન છે. ત્યારે તેનો કોઈ ઉકેલ આવવાને બદલે સમસ્યા વધારે જટીલ બની રહી છે. ધંધુકા પાસે પાછલા છ વર્ષથી અધુરો રેલવે ઓવરબિજ તંત્રની ઘોર બેદરકારીનુ પરિણામ છે.તો રેલ્વે તંત્ર દ્વારા સાંકડુ ફાટક બનાવાયુ હોવાથી સમસ્યા ઘેરી બની છે. વળી રાયકા પાસે પણ રેલવે તંત્ર દ્વારા ફાટક પાસે સીસી રોડનુ કામ શરૂ કરાતા બે કિમી લાંબી વાહનોની કતારો લાગે છે. વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયા છે. ધંધુકાનગર ગોહિલવાડ, સૌરાષ્ટ્ર , કાઠીયાવાડ. પંચાળ પ્રદેશનો પ્રવેશદ્વાર છે. નિત્ય હજારો વાહનોની અવર જવર છે. ત્યારે પાછલા ૬ વર્ષથી ધંધુકા શહેર પાસેના રેલ્વેનો ઓવરબ્રિજ સૌથી મોટી સમસ્યા બન્યો છે. બ્રોડગેજ લાઇન નંખાવા બાદ ફાટક પર વિશાળ ઓવરબ્રિજ બનાવવાનું કામ સરુ કરાયું. પરંતુ ટ્રેક પરનો ભાગ પાછલા ઘણા સમયથી અધુરો છે. જે રેલ્વે અને આરએન્ડબી વિભાગ દ્વારા એકબીજા ઉપર દોષારોપણ કરવામાં આવી રહ્યુ છે અને લોકો ટ્રાફીકની સમસ્યાપી પીડાઇ રહ્યા છે. દરરોજ રેલ્વે ચાલુ થયા બાદ રેલ્વે તંત્ર દ્વારા બનાવાયેલ ફાટક પણ સાંકડુ બનાવ્યુ છે. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય રોજીદીની ઘટના બની ગઈ છે. ઘણી વખત તો ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાય છે જેના કરણે દર્દીઓના જીવને જોખમ વધી રહ્યુ છે. ત્યારે ન તો રેલ્વે તંત્રના પેટનું પાણી હલતુ ના માર્ગ મકાન વિભાગનું તો આ વિસ્તારના ચૂંટાયેલા જન પ્રતિનિધિ પણ ઘોર નિંદ્રામાં પોઢેલા હોય તેવું લાગી રહ્યુ છે. લોકોની આ સમસ્યાનું કોઈ સમાધાન કરવા. તેઓ એક ડગલુ પણ ભરતા નથી. જેથી લોકો હવે તસ્ત બન્યા છે અને જો સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યો છે. ધંધુકા ફાટકની સમસ્યાનું કોઇ સમાધાન થયું નથી ત્યાં રેલ્વે તંત્ર દ્વારા રાયકા ફાટક પાસે સીસીરોડનું કામ સારૂ કરાતા અહી બે કિમી લાંબી વાહનોની લાઇનો લાગે છે. કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે.તો થોડા દિવસ પહેલા જ લક્ઝરી બસના કસ્માત સમયે ૧૦૮ની ગાડીઓને નીકળતા જ એક કલાકનો સમય થયો હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]