રાજકોટ: ખાનગી યુનિવર્સિટીના આઇ.ટી.એન્જિનિયરિંગના છાત્રને ચાર વિદ્યાર્થીઓએ ઢીબી નાખ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dek9dpozdshlwred/" left="-10"]

રાજકોટ: ખાનગી યુનિવર્સિટીના આઇ.ટી.એન્જિનિયરિંગના છાત્રને ચાર વિદ્યાર્થીઓએ ઢીબી નાખ્યો


આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં રહેતા અને શહેરના ભાગોળે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં આઇ.ટી.એન્જિનિયરિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા દર્શિત હરેશભાઈ મકવાણા નામના ૨૦ વર્ષીય વિદ્યાર્થીએ કુવાડવા પોલીસ મથકમાં સહછાત્ર સુજલ અશોક નરોડિયા, નંદનકુમાર ગામી, પૂર્વ અને એક અજાણ્યા વિદ્યાર્થી સામે એટ્રોસીટી અને મારામારી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થી દર્શિત મકવાણા એક માસ પહેલા સુજલ અને નંદન કુમાર નામના વિધાર્થીઓએ જ્ઞાતિ અંગે હડધૂત કરી સરકાર તરફથી પૈસા મળે એટલે અભ્યાસ કરી શકો છો નહિતર તમારી ઓકાત નથી તેવું કહીને માથાકૂટ કરી હતી. જ્યારે ગઈકાલે દર્શિત ક્લાસરૂમ બહાર ઊભો હતો ત્યારે ફરી પૂર્વ નામના સહછાત્રએ ફરિયાદીને પાટું માર્યું હતું. તે દરમિયાન સુજલ અને નંદન કુમાર ગામી બંને આવીને દર્શિતને જ્ઞાતિ અંગે હડધૂત કરી મસ્તી કરતા વિદ્યાર્થી યુનિવર્સિટીમાંથી નીકળી ગયો હતો.
ત્યારે સુજલ પોતાની કાર લઈને આવ્યો હતો અને દર્શિતનું બાઈક રોકી સુજલ, નંદન કુમાર, પૂર્વ અને અન્ય એક અજાણ્યા વિદ્યાર્થીએ માર મારતા ફરિયાદી બેહોશ થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક ૧૦૮ માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કુવાડવા પોલીસે ઘટનાની નોંધ કરી સુજલ, નંદન કુમાર ગામી, પૂર્વ અને અન્ય એક વિદ્યાર્થી સામે એટ્રોસીટી એક્ટ અને મારામારીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]