બોટાદમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિન ની ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિન ની ઉજવણી કરવામાં આવી


બોટાદમાં "રાષ્ટ્રીય કૃમિનાશક દિન"ની ઉજવણી કરવામાં આવી

બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય "કૃમિ મુક્ત અઠવાડિયા"નો પ્રારંભ કરાવતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એસ.કનોરીયા

૧૦ ફેબ્રુઆરીના રોજ જિલ્લામાં કુલ ૧.૭૦ લાખથી વધુ બાળકોને અપાયો કૃમિનાશક દવાનો ડોઝ

બાળકોમાં લોહીની ઉણપ-કુપોષણ-ઉલ્ટી-ઝાડા- પેટમાં દુખાવો-વજનમાં સતત ઘટાડો જેવી સમસ્યાઓના નિવારણ માટે સમગ્ર રાજ્ય અને જિલ્લામાં તા.૧૦ થી ૧૭ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય "કૃમિ મુક્ત અઠવાડિયું" ઝુંબેશના રૂપે હાથ ધરાયુ છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૦ ફેબ્રુઆરીના રોજ શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) નિ:શુલ્ક આપવાની કામગીરીનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરીયાના હસ્તે પ્રારંભ કરાયો હતો.

જેમાં ૧ થી ૧૯ વર્ષના બાળકો તથા આંગણવાડી તથા શાળાએ ન જતા બાળકોને પણ આ દવાનો એક ડોઝ આપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ તાલુકામાં ૭૪,૨૧૩, ગઢડા તાલુકામાં ૫૬,૨૧૪, રાણપુર તાલુકામાં ૨૪,૩૮૯ અને બરવાળા તાલુકામાં-૧૫,૩૧૦ સહિત જિલ્લામાં કુલ ૧,૭૦,૧૨૬ બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યો હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.