ધંધુકા ની શ્રી ડી.એ. ઈંગ્લીશ એકેડેમી ખાતે પાંચ દિવસ સમર કેમ્પ નું આયોજન કરાયું. - At This Time

ધંધુકા ની શ્રી ડી.એ. ઈંગ્લીશ એકેડેમી ખાતે પાંચ દિવસ સમર કેમ્પ નું આયોજન કરાયું.


ધંધુકા ની શ્રી ડી.એ. ઈંગ્લીશ એકેડેમી ખાતે પાંચ દિવસ સમર કેમ્પ નું આયોજન કરાયું.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ની શ્રી ડી.એ. ઈંગ્લીશ એકેડેમી ખાતે પાંચ દિવસ માટે સમરકેમ્પ નું આયોજન કરવામાં
આવ્યુ.જેમાં વિવિધ પ્રકાર ની પ્રવૃતિઓ વિદ્યાર્થિઓ પાસે કરાવવામાં આવી હતી જેમાં ૨૦૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમરકેમ્પ માં પાંચ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પ્રવૃતિઓ અને રમતો રમાડવામાં આવી હતી. જેમાં ડોલ ડેકોરેશન ડોલ ફ્રેમ, ફ્લાવર ફ્રેમ, ફિંગર પેઇન્ટિંગ, પીસ્તા શેલ ફ્રેમ, ક્રિસ્ટલ આર્ટ, હેરબ્રોચ, ઊન નો રૂમાલ, જુમ્મર, ફોટો ફ્રેમ, બોરિયા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગણીત ની શોર્ટ ટ્રીક, પલાખા અને અક્ષર સુધારા માટે અક્ષર લેખન કરાવવાં માં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી જેમાં ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, ફૂટબોલ જેવી રમતો રમાડવામાં આવી હતી. આ સમરકેમ્પ ના છેલ્લા દિવસે સમાપન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમાપન સમારોહ માં શાળાના વાલીઓ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.જેમાં આખા સમરકેમ્પ દરમિયાન જે પણ પ્રવુતિઓ કરવામાં આવી હતી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ સમગ્ર સમરકેમ્પ સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શિક્ષકો એ ખૂબ જ મહેનત કરી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.