યાજ્ઞિક રોડ ઉપરની ‘ટોઈઝ શોપ’ સિલ: ગંદકી ફેલાવવા બદલ પગલું - At This Time

યાજ્ઞિક રોડ ઉપરની ‘ટોઈઝ શોપ’ સિલ: ગંદકી ફેલાવવા બદલ પગલું


યાજ્ઞિક રોડ ઉપરની ‘ટોઈઝ શોપ’ સિલ: ગંદકી ફેલાવવા બદલ પગલુંરાજકોટ શહેરમાં ડો. યાજ્ઞિક રોડ પર એક ટોઈઝશોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ હતી.
તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.29/4 ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.29/4ના રોજ સીમંધર ટોઈઝના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ - 1949ની કલમ - 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.
હાલ સરકારની નિર્મળ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ/ધંધાર્થીઓ સામે તેની દુકાન / ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવે છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.