છ મહિલા સહિત 24 શખ્સોને દેશી દારૂ સાથે દબોચ્યા - At This Time

છ મહિલા સહિત 24 શખ્સોને દેશી દારૂ સાથે દબોચ્યા


આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે શહેરમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે શહેર પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવે આપેલ કડક સુચનાથી શહેરના તમામ પોલીસ મથકનો સ્ટાફ દેશીદારૂના ધંધાર્થીઓ પર તુટી પડયો હતો અને છ મહિલા સહિત 24 શખ્સોને દેશી દારૂ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે નવાગામ પટેલ વિહાર હોટલની પાછળથી રવિ નાગજી રોરીયા, રતનપર ગામ, શિવશકિત હોટલની સામેથી રામદેવસિંહ ઉર્ફે રવિરાજસિંહ દિલીપસિંહ સોઢા, તાલુકા પોલીસ મથકના સ્ટાફે નાનામવા મેઈન રોડ, શનિવારી બજાર પાસેથી રૈયાબેન રંગીત વાઘેલા, ન્યુ દોઢસો ફુટ રીંગ રોડ, કોકોનટ પાર્ટી પ્લોટ સામેથી દિપક વિઠલ ચાંગેલા, મોટામવા પુલ પાસેથી નરેશ આલા સોલંકી, ભીમનગર શેરી નં.6, રામાપીર મંદિરની સામેથી દિનેશ નાગર જાદવ, ન્યુ દોઢસો ફુટ રીંગ રોડ કોકોનટ પાર્ટી પ્લોટની બાજુમાંથી રાહુલ રનસી કુસવાહને દેશી દારૂ સાથે દબોચી લીધા હતા.
તેમજ એરપોર્ટ પોલીસે નવાગામના પાટીયા પાસેથી લધવીર ભાઈસિંહ સાડમીયા તેમજ એ ડીવીઝન પોલીસે જયુબેલી શાક માર્કેટ પાસેથી અનીલ રતિલાલ પરમાર, હરીહર ચોક, સદર બજારમાંથી વિશાલ ખીંબુદા રાજપૂત, જયુબેલી શાક માર્કેટ પાસેથી શાહરૂખ હનીફ બેલીમ, રામનાથ પરા ભવાનીનગર શેરી નં.4માંથી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ધીરૂ બાંભણીયાને પકડી પાડયા હતા. જયારે કોઠારીયા મેઈન રોડ સુતા હનુમાન મંદિર સામેથી મયુર ઉર્ફે મહીલો બાબુ પરમાર, જંગલેશ્ર્વર એકતા કોલોનીમાંથી બસીર ઓસમાણ દોઢીયા, તેમજ ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી પાસે છોટુનગરમાંથી લીલાબેન વજુ વાજેલીયા, શીતલપાર્ક ઝુંપડા સામે મોચીનગરમાંથી મહેશ જયસુખ ભટ્ટ, વૈશાલીનગર શેરી નં.3માંથી નીતુસ્વામી રંગાસ્વામી મદ્રાસીને દારૂ સાથે ઝડપી પાડયા હતા.
ઉપરાંત છોટુનગર કો.ઓ. સોસાયટી મેઈન રોડ પરથી કનુબેન બચુ અઘારીયા અને જયશ્રીબેન દિનેશ અઘારીયાને ગાંધીગ્રામ પોલીસે બોટલમાં ભરેલ દેશી દારૂ 56 લીટર અને આથો 400 લીટર સાથે પકડી પાડી હતી. જયારે છોટુનગરમાંથી ધની ગોવિંદ વાજેલીયાને 150 લીટર દેશી દારૂ સાથે પકડી પાડેલ.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.