જસદણમાં વિવેકાનંદ સ્કૂલ ખાતે કિચન ગાર્ડન માર્ગદર્શન સેમિનાર યોજાયો - At This Time

જસદણમાં વિવેકાનંદ સ્કૂલ ખાતે કિચન ગાર્ડન માર્ગદર્શન સેમિનાર યોજાયો


જસદણમાં વિવેકાનંદ સ્કૂલ ખાતે કિચન ગાર્ડન માર્ગદર્શન સેમિનાર યોજાયો

બાગાયત વિભાગ - રાજકોટના સહયોગ થકી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ - જસદણ દ્વારા કિચન ગાર્ડન માર્ગદર્શન સેમિનાર યોજાયો. જેમાં ગુજરાત સરકારનો આદર્શ ઘર એવોર્ડ મળ્યો છે, એવા નામાંકિત પ્રેરક વક્તાશ્રી ડૉ. કનુભાઈ કરકરે લોકોને આંગણે ઉછેરી શકાય તેવા શાકભાજી,તેની જાળવણી, આજના સમયની માંગ પ્રમાણે શુદ્ધ સાત્વિક અને પોષ્ટીકતાસભર ભોજન પ્રણાલી વિષે માર્ગદર્શન આપ્યું હતું. સાથે રસિકભાઈ નકુમ દ્વારા આજના સમયની કિચન ગાર્ડનની આધુનિક ટેકનોલોજી હાઇડ્રોપોનીક્ષ પદ્ધતિ વિષે વિવિધ મોડેલ ,તેનું મીડિયા, પાણી વ્યવસ્થાપન વગેરે મોડેલો સાથે માહિતી આપી હતી. ભીમાણી સાહેબ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પોગ્રામ ,વિવિધ તાલીમો અને બાગાયત ખાતાની યોજનાકીય માહિતી આપી હતી. કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ પ્રદર્શન નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે જસદણ શહેરના અનેક પર્યાવરણીય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બાગાયત વિભાગ રાજકોટ,પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને અવતાર ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.