મણિનગર રામજી મંદિરે રામનવમીએ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ અને ભક્તો દ્વારા મહાઆરતી સાથે શોભાયાત્રા ભવ્ય ઉજ્વણી. - At This Time

મણિનગર રામજી મંદિરે રામનવમીએ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ અને ભક્તો દ્વારા મહાઆરતી સાથે શોભાયાત્રા ભવ્ય ઉજ્વણી.


તા.૧૭ એપ્રિલ ૨૦૨૩ ને બુધવાર ના રોજ મણિનગર પુનિત માર્ગ રોડ રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને ભક્તો દ્વારા ધજા ચડાવી રામોત્સવ, પ્રાણપ્રતિષ્ઠા, શોભાયાત્રા અને મહાઆરતી, પ્રસાદ સાથે ભવ્યાતિભવ્ય હર્ષોલ્લાસ ઉજ્વણી કરવામાં આવી સાથે સાથે સમગ્ર કર્ણાવતી મહાનગરમાં રામજી મંદિરોમાં ધામધૂમ થી રામનવમીની શાંતિ પૂર્ણ અને સલામતી સાથે ઉજવણી કરવામાં આવી હતી,

રામજી મંદિરે અંદાજે ૭૦૦ થી વધારે રામ ભક્તિ અને દર્શનાર્થીઓ ને ચીકી તથા અન્ય પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો જેમાં આપણા કાંકરિયા વિભાગ માંથી શ્રી ઉદ્ધવજી પાંડે વિભાગના અધ્યક્ષ તથા મણિનગર જિલ્લાના વાલી, વિભાગમાં થી ભારતી બેન ગજ્જર, અને જિલ્લામાં થી ૭ અને મણિનગર પ્રખંડ માંથી ૧૬ અગ્રણી કાર્યકરો હાજર રહ્યા હતા અને બહેરામપુરા પ્રખંડ માંથી ૨ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા,

રામનવમી એ ભારત સેવાશ્રમ સંઘ મુકામે પ્રાણપ્રતિષ્ઠામા સહભાગી બની ભોજન પ્રસાદ ગ્રહણ કરયા બાદ પરિષદની દેખરેખ/ રાહબરી હેઠળ શરયુમંદિરથી શણગારેલા રથ, ઉટ ગાડી, બળદગાડી, ટ્રેક્ટર, ગાડી, બાઇક અને અખાડા સાથે શોભાયાત્રા નીકળી હતી, આ ભવ્ય રામનવમીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રી રામ ના દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા,

આ રામનવમીની શોભાયાત્રામા જવલિતભાઈ, અમિતભાઈ, ભાવેશભાઈ, મોન્ટુભાઈ, પિન્ટુભાઈ તથા અન્ય પદધિકારીઓ અને કાર્યકર્તાઓ ખુબ જ ઉત્સાહ સાથે સેવા અને મદદ કરીને શોભાયાત્રાને સફળ બનાવી હતી અને સૌ ભક્તોએ શોભાયાત્રામાં દર્શન કર્યા બાદ મદદ કરનાર સૌ નો હૃદયથી આભર વ્યક્ત કર્યો હતો ,

વટવા જીલ્લાની શોભાયાત્રામા સમલિત થઈને આરતીનો લાભ લઇ સમાપનવિધિ કરી બહેરામપુરા પ્રખંડ આયોજિત મહાઆરતીમા અંબાજી માતા મંદિર કેલિકો મિલમા સમલિત થયા, ત્યા પણ મહાઆરતી અને પ્રસાદનો લાભ મલ્યો, આખા દિવસમા અમારા ઉત્સાહને વધારનાર એવા શ્રીમાન ઉધ્વજી પાંડેજી, જેઓ કાકરિયા વિભાગના અધ્યક્ષ ને મણિનગર જીલ્લાના પાલક અધિકારી પણ છે તેઓએ જીલ્લા અધ્યક્ષ અનિલભાઈ અને જીલ્લા મંત્રી રમેશ઼ભાઈને સાથે સમય કાઢીને સતત સમગ્ર ઉત્સવનુ માર્ગદર્શન કરવામાં આવ્યું , સમગ્ર મણિનગર જીલ્લા ટીમ એમનો હૃદયથી આભાર માને છે તેમજ રામનવમી ના પાવન પર્વે જે કોઈ પણ ભક્તો કાર્યક્રમો માં સહભાગી થયા જેમાં કાંકરીયા વિભાગના પુણઁકાલીન ભારતીબેન, જીલ્લા અધિકારી ક્રુતિનભાઈ, સ્મિતાબેન, ભાવેશભાઈ, હિમાંશુભાઈ, પિન્ટુભાઈ, મેહુલાબેન, મધુબેન, જ્યોતિ અને વિદ્યા તથા જે તે પ્રખંડના પદાધિકારીઓ એવા પ્રતિક, રાહુલ, પાર્થ, ધ્રુવ, પ્રિન્સ, હિતેશ અને અન્ય કાર્યકર્તાઓ નો ખૂબ સહયોગ રહ્યો.

વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ
મણિનગર જિલ્લો
અધ્યક્ષ અનિલસિંગ રાજપૂત
ઉપાધ્યક્ષ. ક્રુતિનભાઈ યોદ્ધ
મંત્રી.રમેશભાઈ ઠાકર.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.