ચોરાયેલ મો.સા. શોધી કાઢતી બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન - At This Time

ચોરાયેલ મો.સા. શોધી કાઢતી બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન


ચોરાયેલ મો.સા. શોધી કાઢતી બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન

મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટેની સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી બોટાદ પો.સ્ટે. નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશન અરજી નં.૧૫૭૨/૨૦૨૪ તા.૧૬/૦૪/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ હોય, જે હોન્ડા કંપનીનું સાઇન મો.સા. રજી.નં.GJ-05-MQ-2777 માધવ દર્શન એપાર્ટમેન્ટ, પાળીયાદ રોડ, બોટાદથી ચોરાયેલ હોય, જેની જાણ બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ કંટ્રોલ (નેત્રમ) ખાતે થતા જે આધારે VISWAS પ્રોજક્ટ અંતર્ગત બોટાદ શહેરમાં લાગેલ CCTV કેમેરા ચેક કરી ITMS સોફ્ટવેરમાં સદર મો.સા. નંબરનું એલર્ટ નાખી વોચ રાખતા તા.૧૬/૦૪/૨૦૨૩ ક.૨૦/૫૨ ના રોજ સદર મો.સા.નું એલર્ટ CPI ઓફીસ ખાતે આવતા જીલ્લા કંટ્રોલ રૂમ નાઓને વર્ધી આપી ફરજ પરના પોલીસ કર્મચારી તુરંત જ મો.સા.ની પાછળ જતા સદર ચોરાયેલ મો.સા. માધવ દર્શન એપાર્ટમેન્ટ,પાળીયાદ રોડ ખાતે મો.સા. મુકી ઇસમ ભાગી ગયેલ. આમ,સદર મો.સા. બીનવારસી હાલતમાં મળી આવેલ. જેથી સદરહુ ચોરાયેલ મો.સા. કબ્જે લઇ આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ પો.સ્ટે. નાઓને સોપેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.