વિદેશી દારૂની 42 બોટલ સાથે 3 ઈસમને કાર સાથે ઝડપી લેતી વલ્લભીપુર પોલીસ - At This Time

વિદેશી દારૂની 42 બોટલ સાથે 3 ઈસમને કાર સાથે ઝડપી લેતી વલ્લભીપુર પોલીસ


વલ્લભીપુર : તાલુકામાં દારૂ જુગારની બદી ડામવા માટે Psi પી.ડી.ઝાલા દ્વારા કડક સુચના આપવામાં આવી હતી,ત્યારે વલ્લભીપુર પોલીસના Asi એસ.એસ.પઢિયાર હે.કો.ગોપાલભાઈ નાવડિયા, સંજયભાઈ બાબરીયા,કલ્પેશભાઈ શેલાનાં,વિરમદેવસિંહ ગોહિલ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે બરવાળા તરફથી સફેદ કલરની ફોર વ્હીલ સ્કોડા લોરા જેમાં વિદેશી દારૂ ભરી વલ્લભીપુર તરફ આવી રહી છે જેથી પોલીસે વલ્લભીપુર શહેરના જકાતનાકા વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી પોલીસે બાતમી વાળી કાર દેખતા તેની તલાશી લેતા ગાડીમાંથી 42 ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ અને કાર સાથે (1) લાલજીભાઈ અરજણભાઈ કુકડ જાતે રબારી (2)મેપાભાઇ ઉર્ફે મહિપત મકાભાઈ ગમારા જાતે ભરવાડ(૩)સિધ્ધરાજભાઈ મકાભાઈ ચૌહાણ જાતે ભરવાડની અટકાયત કરી કુલ 112600નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આગળની તપાસ ટાઉન બીટ જમાદાર ગોપાલભાઈ નાવડિયા ચલાવી રહ્યા છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.