ખેરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિરપુર પોલીસ સ્ટેશન આઈટીઆઈ કોલેજ અને સીવીલ કોર્ટની મુલાકાત લીધી.. - At This Time

ખેરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિરપુર પોલીસ સ્ટેશન આઈટીઆઈ કોલેજ અને સીવીલ કોર્ટની મુલાકાત લીધી..


વિરપુર તાલુકાના ખેરોલી આવેલા પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન,આઈટીઆઈ કોલેજ,અને સીવીલ કોર્ટની મુલાકાત લઈને પોલીસની કામગીરી અને વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી આ અંગેની વિગત એવી છે કે તાલુકાની ખેરોલી પ્રાથમિક શાળાના ધો-6 થી 8 ના વિધાર્થીઓએ શિક્ષકો સાથે વિરપુર પોલીસ સ્ટેશનની
મુલાકાત લીધી હતી ત્યાં દોઢ કલાકના રોકાણ દરમિયાન પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ મારફતે અલગ અલગ વિભાગમાં કેવી રીતે કઈ કઈ કામગીરી થાય છે. તેના વિશે જાણકારી મેળવવામાં આવી હતી.તો પોલીસ સ્ટેશનમાં જેલ પણ જોઈ હતી અને તેના વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ વાયરલેસ વિભાગમાં કેવી રીતે કામગીરી થાય છે તેની જાણકારી મેળવી ઉપરાંત પોલીસ સ્ટેશન ઓફિસર એટલે કે,પીએસઓ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીની કામગીરી વિશે જાણકારી મેળવ્યા બાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ચેમ્બરની મુલાકાત લઈ તેમની કામગીરી શું તે વિશે વિધાર્થીઓએ પ્રશ્નોતરી કરી હતી.ખાખી ડ્રેસથી ડરવું નહિ અને તે આપણને ક્યાં સંજોગોમાં કેવી રીતે મદદરૂપ થાય છે. તે વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી બાદમાં તાલુકામાં આવેલી આઈટીઆઈ કોલેજ અને સીવીલ કોર્ટની વિધાથીર્ઓએ મુલાકાત લીધી હતી...

રિપોર્ટર ભીખાભાઇ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.