બોટાદમાં અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન - At This Time

બોટાદમાં અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન


બોટાદમાં અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક શિબિરાર્થીઓએ અરજી ફોર્મ તા.૧૫ મી ડિસેમ્બરના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી ખાતે પહોંચાડવાની રહેશે

માહિતી બ્યુરો, બોટાદ: રાજયમાં વસતા અનુસુચિત જાતિના (૩૧/૧૨/૨૦૨૨ ને ધ્યાને રાખતા) ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.જેમાં બોટાદ જિલ્લાના માટે નિયત કરેલ સ્થળે ૦૭ દિવસ માટે ૫૦ યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ડિસેમ્બર માસમાં યોજાશે.

આ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજ્જ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.

જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા માત્ર અનુસુચિત જાતિના યુવક યુવતીઓએ સ્વહસ્તલિખિત અરજી તા.૧૫/૧૨/૨૦૨૨ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન એ/એસ/૧૩ ખસ રોડ,બોટાદ કચેરીએ પહોંચતી કરવાની રહેશે.ત્યારબાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. તેમ જિલ્લા રમત-ગમત કચેરીના જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.