વડોદરા: કોંગ્રેસના ધરણા સમયે આગેવાનોના પ્રવચન રોકતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ, 15ની અટકાયત - At This Time

વડોદરા: કોંગ્રેસના ધરણા સમયે આગેવાનોના પ્રવચન રોકતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ, 15ની અટકાયત


વડોદરા, તા. 22 જુલાઈ 2022 શુક્રવારકેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર કેન્દ્ર સરકારની સવિંધાનિક સંસ્થાઓનો દૂર ઉપયોગ કરી વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે એના વિરોધમાં વડોદરા કોંગ્રેસ દ્વારા ધારણા યોજાયા હતા જેમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને આખરે પોલીસે 15 કાર્યકરોની અટકાયત કરી હતી.આખા દેશમાં બેરોજગારી, મોંઘવારી, મહિલા સુરક્ષાના મુદ્દા છે એની સાથે સાથે ગુજરાત રાજ્ય અને વડોદરામાં વરસાદની પ્રિમોનસુન કામગીરી અને સ્માર્ટ સિટીના નામે જે કરોડો રૂપિયાંનો ભ્રષ્ટાચાર થયો છે. એ તમામ મુદ્દાને ઉજાગર કરવા માટે આજે બપોરે 12.30 વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, AICC સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી બી. એમ. સંદીપજી તેમજ વડોદરા શહેર જીલ્લા કોંગ્રેસના પ્રભારી પંકજ પટેલની ઉપસ્થિતિમા શાંતિપૂર્ણ ધરણાં નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ધરણાના કાર્યક્રમ દરમિયાન જ આગેવાનો પ્રવચન આપી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ પોલીસે આવીને તેઓને રોકતા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આખરે પોલીસે 15 કાર્યકરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.