તલોદ તાલુકાના રણાસણ,પુંસરીઅને આંત્રોલીવાસ દોલાજીમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું ભ્રમણ - At This Time

તલોદ તાલુકાના રણાસણ,પુંસરીઅને આંત્રોલીવાસ દોલાજીમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું ભ્રમણ


*તલોદ તાલુકાના રણાસણ, પુંસરી અને આંત્રોલીવાસ દોલાજીમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું ભ્રમણ*
*****************
*રણાસણ ખાતે ૩૧ કામો, પુંસરી ખાતે ૭ અને આંત્રોલીવાસ દોલજી ખાતે ૨૫ કામોનું લોકાર્પણ કરાયું*
***************
"વંદે ગુજરાત વિકાસ યાત્રા” તલોદ તાલુકાના રણાસણ, પુંસરી અને આંત્રોલીવાસ દોલાજી અને ઇડર તાલુકાના અરોડા, જાદર અને દરામલીમાં ભ્રમણ કરતા સ્થાનિક લોકો દ્વારા વિકાસ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ.
સંવેદનશીલ સરકારે છેવાડાના માનવી માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિકાસ યાત્રા દરમિયાન લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.તેમજ પ્રાથમિક શાળામાં ચિત્ર તથા નિબંધ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.વિકાસ યાત્રા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તલોદ ખાતેની વિકાસ યાત્રા દરમિયાન રણાસણ ખાતે ૨૨ કામો,પુંસરી ખાતે ૧૯ તથા આંત્રોલી વાસ દોલાજી ખાતે ૨૭ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યા હાતા. તેમજ રણાસણ ખાતે ૩૧ કામો, પુંસરી ખાતે ૭ અને આત્રોલીવાસ દોલજી ખાતે ૨૫ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું
તલોદ ખાતેની વિકાસ યાત્રામાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી હિમાંશુભાઈ પટેલ, જિલ્લા સમાજ અધિકારીશ્રી જે.એન.વર્મા,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાંથી જે.જે. દેસાઈ, કેળવણી મંડળનાં પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી, સરપંચશ્રી,સી.ડી.પી.ઓ.શ્રી,તાલુકા પંચાયત સ્ટાફ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.