સામખિયારી પી .એચ .સી. ના આયુષ્યમાન આરોગ્ય મંદિર 2 મા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી - At This Time

સામખિયારી પી .એચ .સી. ના આયુષ્યમાન આરોગ્ય મંદિર 2 મા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી


ભચાઉ તાલુકાના સામખિયારી પી.એચ.સી મા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંહ સાહેબ તેમજ સામખીયારીપી.એચ.સી ના મેડીકલ ઓફીસર ડૉ હિરેન સાહેબ ના માર્ગદર્શન હેઠળ એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામા આવી જેમા એડોલેશન હેલ્થ કાઉન્સેલર પાતર કિરેન કુમાર,દ્વારા કિશોરીઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો, 15 થી 19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખસીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાણ BMI વિસે વિસ્તૃત માહિતી આપી, તેમાંજ હીટ વેવ દરમિયાન સુ કરવું અને શું ના કરવું તેની વિસ્તૃત માહિતી આપવામા આવી.મ.હે.વ.સુ. ધવલભાઇ દ્વારા મચ્છર ઉપદ્રવ અટકાયત ના પગલાં વિશે સમજવામાં આવ્યું.ફી.હે.વ પાયલબેન કચોટ દ્વારા આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ન્યુટ્રીશન,પૂરક આહાર અને 10 વર્ષ અને 16 વર્ષ દરમિયાન ટીડી વેક્સિન લેવા વિશે માહીતી આપવામાં આવી તેમજ માસિક ધર્મ વખતે રાખવાની કાળજી અને સ્વચ્છતા જાળવવામાં અંગે તેમજ સી . એચ.ઓ.પાયલ બેન મકવાણા મ.પ.હે. વર્કર તરુણભાઈ મકવાણા દ્વારા આરોગ્યલક્ષી સેવા અંગે માહીતી આપી ઉપરાંત ટી થ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિશોરીઓનું વજન ઊંચાઈ અને લોહીની ટકાવારી માપવામાં આવી હતી આ કાર્યક્રમમાં આશા બહેનો , હાજર રહ્યા હતા. તેમજ નાસ્તો પણ આપવામા આવ્યુ.
ભચાઉ કચ્છ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.