આઝાદી પહેલા થી પોતાનું આગવું બંધારણ ધરાવતી એક માત્ર ક્ષત્રિય રાજપૂત સંસ્થા એવી ચુડાસમા રાજપૂત સમાજ 1922માં બનાવેલ બંધારણના 100 વર્ષની ભવ્ય ઉજવણી કરશે. - At This Time

આઝાદી પહેલા થી પોતાનું આગવું બંધારણ ધરાવતી એક માત્ર ક્ષત્રિય રાજપૂત સંસ્થા એવી ચુડાસમા રાજપૂત સમાજ 1922માં બનાવેલ બંધારણના 100 વર્ષની ભવ્ય ઉજવણી કરશે.


ભારત દેશ આઝાદ થયો ત્યાર બાદ બંધારણ અસ્તિત્વ માં આવ્યું, પરંતુ 1922 માં જ એક અગ્રેસીવ સમાજ તરીકે પ્રચલિત ચુડાસમા રાજપુત ગરાસીયા સમાજ દ્વારા સંગઠન બનાવીને બ્રિટિશ રાજના મધ્યાહ્નને તપતા સૂરજ ના સમયગાળા માં જ પોતાનું બંધારણ બનાવ્યું અને મંજુર પણ કરાવ્યું હતું એ આદર્શ બંધારણના નીતિ નિયમો અનુસાર ચાલતા આ સમાજે આજે વિધવા સહાય સહિતની જોગવાઈઓ સરકાર પહેલાં જ કરેલી એવી અનેક ઊપલબ્ધીઓથી ભરપૂર આ ચુડાસમા સમાજના 52 ગામોના કારોબારી સભ્યોની સંપૂર્ણ હાજરી સાથે ધધુકા ખાતે બૃહદ બેઠક યોજાઇ જેમાં ચુડાસમા સમાજના આ બંધારણને 100 વર્ષ પુર્ણ થતા , ગર્વિષ્ઠ ભવ્ય ઉજવણી કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો, સુવેનિયર સહિત રા વંશ નવઘણને ને બચાવવા નું કામ કરનારા આયર કુળના દેવાયત બોદર નું બાવલું મુકવા સહિતના અનેક મહત્વ ના નિર્ણયો થયા
સમાજના ઉર્જાવાન પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ફૂલ ફોરમ માં મળેલ આ બેઠકમાં સમાજના કલગી સમાન અને 90 વર્ષ ની ઉંમરે પણ સમાજ નું હિત લઈને જીવતા એવા જીજીબાપુ સહિતના 9 એ વખત ના મોભીઓની મોટી સંખ્યાની હાજરી આ બેઠકને ગર્વિષ્ઠ બનાવીને એક ઉત્તમ સામાજીક છત્રછાયા નો અહેસાસ કરાવી રહ્યા હતા એવા માહોલમાં આજની બેઠક ચુડાસમા સમાજ આગામી દિવસોમાં એક ગર્વિષ્ઠ સમાજ તરીકે ની ઓળખ અન્ય સમાજોમાં ઉભી કરશે એવી ગહન ચર્ચાઓ, અને રણનીતિ સાથે ના ઉત્કૃષ્ટ કાર્યક્રમો ની રૂપરેખા અને રોડ મેપ સમાજના તમામ ગામો માંથી આવેલ ગણમાન્ય કારોબારી સભ્યો એ સામૂહિક રીતે બનાવ્યો , જે આગામી દિવસોમાં સમય સાથે તો ઠીક સમય કરતાં એક ડગલું આગળ ચાલશે તેવા સંકલ્પ સાથેની બેઠક યોજાઈ હતી, આગામી દિવસોમાં ચુડાસમા સમાજના બંધારણની શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાને લઈ બેઠક યોજાઈ હતી જેમાં ચુડાસમા રાજપુત સમાજના હોદ્દેદારો આગેવાનો વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ધંધુકા ખાતેની ચુડાસમા રાજપુત સમાજની બોર્ડિંગ ખાતે બેઠકમાં જોડાયા હતા અને મહત્વનો સર્વાનુમતે નિર્ણય કર્યો અને ઠરાવ કર્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.