ગોધરા ખાતે રૂ.૬.૧૭ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતા નવનિર્મિત ૬ સ્યુટ સર્કિટ હાઉસનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર - At This Time

ગોધરા ખાતે રૂ.૬.૧૭ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતા નવનિર્મિત ૬ સ્યુટ સર્કિટ હાઉસનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર


રાજ્યના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજરોજ ગોધરા ખાતે અદ્યતન સુવિધાઓથી સુસજ્જ નવનિર્મિત ૬ સ્યુટ સર્કિટ હાઉસનું લોકાર્પણ કરાયું હતું.શિક્ષણ મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યા પછી સર્કિટ હાઉસના તમામ કક્ષનું નિરીક્ષણ કર્યું હતું.

રૂ.૬.૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ સર્કિટ હાઉસ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર + ૧ માળનું બાંધકામ છે જેમાં ૪ વી.આઈ.પી સ્યુટ રૂમ, ૪ વી.વી.આઈ.પી સ્યુટ રૂમ તથા કોન્ફરન્સ રૂમનો સમાવેશ થાય છે. જેનો બિલ્ટ અપ એરિયા કુલ ૧૯૫૫.૪૦ ચો.મી. છે. સુવિધાઓથી સુસજ્જ સર્કિટ હાઉસ ખાતે લિફ્ટ, ઈન્ટરનલ રોડ, પાર્કિંગ શેડ, લેન્ડસ્કેપિંગ અને ગાર્ડનિંગ, સ્ટ્રીટ લાઈટ અને ફર્નિચરની સુવિધાઓ સામેલ છે.આ સાથે સર્કિટ હાઉસ ખાતે નવનિર્મિત વિવિધ કક્ષના નામ પણ જિલ્લાની ખાસ ઓળખ અને સંસ્કૃતિને આધીન રખાયા છે.

અગાઉ ગોધરા સર્કિટ હાઉસ ખાતે માત્ર ત્રણ સ્યુટ રૂમ હતા તેથી વધારાના સ્યુટ રૂમ સાથે નવું સર્કિટ હાઉસ બનાવવામાં આવ્યું છે.ગોધરા પંચમહાલ જીલ્લાનું મુખ્ય મથક હોવાથી સરકારી કામકાજ અર્થે અહીં અનેક લોકો આવે છે.સર્કિટ હાઉસ બનતા રહેવા માટેની સુવિધાઓમાં વધારો થયો છે.

લોકાર્પણ કાર્યક્રમ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર,ધારાસભ્ય સર્વશ્રી સી.કે.રાઉલજી,શ્રી ફતેહસિંહ ચૌહાણ,શ્રીમતી નિમિષાબેન સુથાર,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો ચીફ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.