બોટાદ ખાતે સ્થાપિત ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય - At This Time

બોટાદ ખાતે સ્થાપિત ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય


રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 77 મી પુણ્યતિથિ

બોટાદ ખાતે સ્થાપિત ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 77મી પુણ્યતિથિ અવસરે એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે સ્થાપિત મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થઈ હતી.ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.તેમજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ.આર.ખરાડી,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ(રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલીયા,ઉપપ્રમુખ હરેશભાઈ પીઠવા,અને જગદીશભાઈ ચૌહાણ,કિશોરભાઈ પાટીવાળા,હરેશભાઈ ધાધલ અને બાબુભાઈ ગોલાણી,વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા પ્રમુખ સતુભાઈ ધાધલ,બજરંગ દળના જિલ્લા પ્રમુખ ભગીરથસિંહ વાઘેલા,સહકાર ભારતીના જિલ્લા ઉપપ્રમુખ મયુરસિંહ ભાટી,બાપુભાઈ ધાધલ સહિત મોટી સંખ્યામાં મેઘાણી ચાહકોની ઉપસ્થિતિ રહી હતી.વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે.સાહિત્ય,લોકસાહિત્ય,પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં,સદાય અજરામર રહેશે તેવી ઉપસ્થિત સહુની લાગણી હતી.ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિ.દ્વારા જન્મભૂમિ ચોટીલા,બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ અને શૌર્યભૂમિ ધંધુકાની સાથોસાથ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટમાં કર્મ-નિર્વાણભૂમિ બોટાદનો પણ સમાવેશ કરવામાં આવે તેવી વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓની લોકલાગણી છે.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.