પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકા ખાતે રાષ્ટ્રિય લોક અદાલતનું આયોજન કરાયું,કુલ ૧૦ હજાર ૯૦૦ કેસોનું સમાધાન કરાયું - At This Time

પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકા ખાતે રાષ્ટ્રિય લોક અદાલતનું આયોજન કરાયું,કુલ ૧૦ હજાર ૯૦૦ કેસોનું સમાધાન કરાયું


નાલસા નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ - ગોધરા તથા તાલુકા કક્ષાએ આજરોજ રાષ્ટ્રિય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી - જુદી ફોજદારી, દીવાની તથા એમ.એ.સી.ટી. ટ્રીબ્યુનલ, ફૅમિલી કોર્ટ દ્વારા સમાધાન લાયક દીવાની તથા ફોજદારી કેસો ઉપરાંત વીજ કંપની , મોબાઇલ કંપની , બેંક , ગેસ કંપની જેવી સંસ્થાઓ દ્વારા તમામ કેટેગરી મળીને કુલ - ૨૦૦૦૦ કેસો મુકવામાં આવેલ તે પૈકી કુલ - ૧૦૯૦૦ કેસોનો લોક અદાલતના માધ્યમથી સમાધાન થતાં પૂર્ણ કરવામાં આવ્યા હતા.

બ્યુરો ચીફ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.