બાલાસિનોર મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

બાલાસિનોર મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું


રાજકોટ લોકસભા ના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરો
રાજકોટ લોકસભા ના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલા દ્રારા ચૂંટણી સભા માં કહ્યું હતું કે..
રાજા -મહારાજાઓ અંગ્રેજો સામે નમી ગયા, રોટી -બેટીનો વ્યવહાર કર્યો અને દુસ્મનો સામે ક્ષત્રિયોની તલવારો પણ કામ ના આવી.
દેશના મહાન શૂરવીર યોદ્ધાઓ અને પ્રજાવસ્યલ રાજાઓ માટે અપમાન જનક ભાષાથી અમો ક્ષત્રિયો અને અનેક રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાય છે.
જે સમાજે જે રાજા -મહારાજાઓએ ધર્મ, દેશ, નારી, ગૌ -રક્ષા, મંદિર, સામાન્ય વેક્તિના ન્યાય કે પછી અબોલ જીવની રક્ષા વગેરે માટે હસતા -હસતા એક પછી એક અનેક પેઠીઓ ભારતની ધરતીમાં હોમી દીધી. અને માત્ર રાજાઓ જ નહિ પણ તેમની વિરોન્ગના રાણીઓ પણ સ્વમાન ખાતર સળગતિ આગમાં હોમાઈ ગયી. આવી વીરાંગ રાણીઓનો ઇતિહાસ જાણ્યા વગર ના નેતાઓ તેમનું ગમે તેમ અપમાન કરે એ જરા પણ ચલાવી લેવામાં આવશે નહિ. એક ચૂંટણી જીતવા માટે ગમે તે સમાજ ને અપમાન જનક રીતે નીચે ઉતારી દેવો એ જરા પણ યોગ્ય નથી.
સમાજ, ધર્મ, સંસ્કૃતિ કે શાંતિ નુ અપમાન જરા પણ સહન ન કરવું એ આપણી વર્તમાન સરકાર શીખવાડે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ હાલમાં જ રાહુલ ગાંધી દ્રારા મોદી શબ્દ પર થયેલી ટિપ્પણી થી તેમનું સભ્યપદ છીનવાયુ હતું. માત્ર મોદી શબ્દ પર થયેલી ટિપ્પણી થી વડાપ્રધાન કક્ષાના સાંસદનુ સભ્યપદ રદ થઇ શકતું હોય તો પછી આ તો ઇતિહાસની લાજ ઉતારી કાઠી કહેવાય.
પુરસોત્તમ રૂપાલાનુ સભ્યપદ, ઉમેદવારી પદ રદ થાય તેવી હાલ પૂરતી માંગ છે પણ જો પુરસોત્તમ રૂપાલા વિરૂધ્ધ કોઈપણ કાર્યવાહી ના થાય તો કાયદો અને વ્યવસ્થા અમારા તરફથી પણ જળવાશે નહિ. બાકી તો ક્ષત્રિયોનો ઇતિહાસ સમગ્ર વિશ્વ જાણે છે જો ક્ષત્રિયો પ્રજાકલ્યાણ માટે માથા આપી શકતા હોય તો માં -બેટી માટે કોઈના માથા લઇ પણ શકે છે.
યુવા ક્ષત્રિય સેના મહીસાગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ સોલંકી, શોર્યધામ મહીસાગર જિલ્લા સંયોજક કેતનસિંહ ઝાલા, ઠાકોર સેના બાલાસિનોર પ્રમુખ રાહુલસિંહ ઝાલા, કમલેશભાઈ ચૌહાણ,પ્રવિણસિંહ પરમાર, પ્રવિણસિંહ રાઠોડ, પંકજભાઈ ઠાકોર, પરેશભાઈ સોલંકી, યોગેશભાઈ પરમાર, જયદીપસિંહ ચૌહાણ, જીતેન્દ્રસિંહ પરમાર, ફુલસિંહ ચૌહાણ અન્ય સામાજિક આગેવાન પણ ઉપસ્થિત રહ્યા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.