ધંધુકા લિંબડી હાઈવે પર ચચાણા ગામ પાસે ટ્રકે અડફેટે લેતા જૈન સાધ્વીજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત - At This Time

ધંધુકા લિંબડી હાઈવે પર ચચાણા ગામ પાસે ટ્રકે અડફેટે લેતા જૈન સાધ્વીજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત


ધંધુકા લિંબડી હાઈવે પર ચચાણા ગામ પાસે ટ્રકે અડફેટે લેતા જૈન સાધ્વીજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
અમદાવાદ જીલ્લા ના ધંધુકા લીંબડી હાઇવે પર ચચાણા ગામના પાટીયા પાસે ચચાણાથી બોરણા ગામ તરફ વિહાર કરી નીકળી રહેલા જૈન સાધ્વીજીને પાછળ પુરપાટ ઝડપે આવી રહેલા માતેલા સાંઢ જેવા ટ્રકે અડફેટે લેતા સાધ્વીજીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં ગામ લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા લીંબડી १०८ દ્વારા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.
અકસ્માત બાદ ચાલક ટ્રક લઈ ભાગી છૂટયો હતો. લીંબડી પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.