શનિવારથી રાજકોટ-ગોવાની ડેઈલી ફ્લાઈટ ફરી શરૂ થશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bul8gcfbobca2hu3/" left="-10"]

શનિવારથી રાજકોટ-ગોવાની ડેઈલી ફ્લાઈટ ફરી શરૂ થશે


નાતાલની રજાનો ટ્રાફિક એરલાઇન્સને મળશે

રાજકોટથી ગોવા જતી હવાઈ સેવા નવેમ્બર માસમાં ખોરવાઈ હતી, પરંતુ હવે શનિવારથી આ હવાઇ સેવા ફરી પાછી શરૂ થશે. ડિસેમ્બરમાં નાતાલને લઈને ગોવા જવા માટે મુસાફરોનો ધસારો વધારો રહેતો હોય છે. ત્યારે આ ટ્રાફિકનો લાભ એરલાઈન્સને મળશે. શનિવારથી હવે આ ફ્લાઈટ નિયમિત ઉડાન ભરશે.વિન્ટર શિડ્યૂલમાં નવેમ્બર મહિનામાં રાજકોટ-ગોવાની ફ્લાઇટ 15 દિવસ જ ઉડાન ભરી હતી. ત્યારબાદ રદ કરવામાં આવી હતી. જેને કારણે મુસાફરોને અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું. આ ફ્લાઈટમાં ટ્રાફિક વધારે રહેતો હોય આમ છતાં તેને રદ કરવામાં આવતા મુસાફરોને મુશ્કેલી પડતી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]