બાલભવનની સામે જુગાર રમતા બે શખ્સો પકડાયા - At This Time

બાલભવનની સામે જુગાર રમતા બે શખ્સો પકડાયા


રેસકોર્ષના બાલભવનની સામે શુલભ શૌચાલય પાસે જુગાર રમતા બે શખ્સોને રૂા.બે હજારની રોકડ સાથે પોલીસે દબોચ્યા હતા. દરોડાની વિગત અનુસાર, પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ એન.એ. વાઘેલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.
ત્યારે સાથેના કોન્સ્ટેબલ રાજ સાકળીયા સહીતનો સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે રેસકોર્ષના મેદાનમાં બાલભવનની સામે શુલભ શૌચાલયની બાજુમાં જાહેરમાં પત્તા ટીંચતા રાજુ નારણ ધોળકીયા (ઉ.52) રમેશ જીવરાજ રાવલ (ઉ.53)ને દબોચી રૂા.2080ની રોકડ કબ્જે કરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.