અયોધ્યામાં ભગવાન રામચંદ્ર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દહેગામ નાં ચેખલાપગી ગામમાં ધામધૂમથી શોભયાત્રા આકર્ષણ નું કેન્દ્ર બની - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bqagdpunmf0v404v/" left="-10"]

અયોધ્યામાં ભગવાન રામચંદ્ર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દહેગામ નાં ચેખલાપગી ગામમાં ધામધૂમથી શોભયાત્રા આકર્ષણ નું કેન્દ્ર બની


દહેગામ ના ચેખલાપગી ગામમાં ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગામમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં સમસ્ત ગામ દ્વારા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રામધૂન પણ બોલાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભગવાન શ્રી રામચંદ્ર તેમજ લક્ષ્મણ સીતામાતાની વેશભૂષા સાથે ઠેર ઠેર શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમસ્ત કાર્યક્રમનું આયોજન ચેખલાપગી ગામના સામાજિક કાર્યકર તથા ધર્મપ્રેમી એવા રાઠોડ બળદેવસિંહ કોયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નાની દીકરીઓ પોતાના માથા પર ઘડુલા સાથે ભગવાન રામનું સ્વાગત કરવા માટે નીકળી હતી તથા સાથે ડીજે સાથે સમસ્ત ગ્રામજનો ગરબે ઘુમતે પણ જોવા મળ્યા હતા તેમજ ટેક્ટરમાં ભગવાન રામ લક્ષ્મણ અને સીતામાતાની વેશભૂષા કરનાર યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આજે ભગવાન રામની શોભાયાત્રા નું આયોજન કરનાર રાઠોડ બળદેવસિંહ ને ગ્રામજનોએ આભાર વ્યક્ત કરયો હતો.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]