પાટડી તાલુકાના ગવાણા ગામથી વડવાળા મંદિર પાટડી સુધી તારીખ ૨૧ જાન્યુઆરી, રવિવારના રોજ તરભ ભગવાન વાળીનાથ મહશિવલિંગની શોભાયાત્રા નીકળશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bpc0gacuavn9zbii/" left="-10"]

પાટડી તાલુકાના ગવાણા ગામથી વડવાળા મંદિર પાટડી સુધી તારીખ ૨૧ જાન્યુઆરી, રવિવારના રોજ તરભ ભગવાન વાળીનાથ મહશિવલિંગની શોભાયાત્રા નીકળશે


વાળીનાથ મંદિર તરભનાં પ.પુ.ધ.ધૂ ૧૦૦૮ શ્રી જયરામગીરી બાપુ રહેશે ઉપસ્થિત*
***************
વિસનગર તાલુકાનાં તરભ ખાતે તા.૧૬થી ૨૨ ફેબ્રુઆરીના આશરે ૯૦૦ વર્ષ પુરાણા મંદીરની જગ્યામાં યોજાશે વાળીનાથ મહાદેવની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ
***************
શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક એવા વિસનગર તાલુકાનાં તરભ ખાતે આવેલ આશરે ૯૦૦ વર્ષ પુરાણા ઇતિહાસ ધરાવતી રબારી સમાજની જગ્યામાં વાળીનાથ મહાદેવ પ્રાણ-પ્રતિષ્ઠા થનાર દેવતાઓની મૂર્તિઓ અને કલ્યાણકારી મહા શિવલિંગની ૧૨ જ્યોતિર્લિંગમાં રુદ્રાભિષેક મહાપૂજા તેમજ મહા આરતી અને પુજા અર્ચના કરવામાં આવી હતી.
આ અતિ ભવ્ય મહાશિવલિંગની તારીખ ૨૧/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૮ કલાકે પાટડી તાલુકાના ગવાણા ગામથી પાટડી વડવાળા મંદિર સુધી વાળીનાથ મંદિર તરભનાં પ.પુ.ધ.ધૂ ૧૦૦૮ શ્રી જયરામગીરી બાપુની ઉપસ્થિતિમાં અભૂતપૂર્વ શોભાયાત્રા નીકળવાની છે. આ શોભાયાત્રામાં સહભાગી થવા ખારાપાટ પરગણાના તમામ લોકોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

નોધનીય છે કે શ્રી શિવધામ વાળીનાથ મહાદેવ(અખાડા, તરભ) નવનિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ભવ્ય શિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે પરિપૂર્ણ કરાઈ છે.અને વિસનગર તાલુકાનાં તરભ ખાતે તા.16 થી 22 ફેબ્રુઆરીનાવિસનગર તાલુકાના તરભ ખાતે આવેલી વાળીનાથ મંદીરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાશે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]