જીટીપીએલના મેનેજરે તબીબને ફડાકા ઝીંકી મર્ડર કરી નાંખવાની ધમકી આપી - At This Time

જીટીપીએલના મેનેજરે તબીબને ફડાકા ઝીંકી મર્ડર કરી નાંખવાની ધમકી આપી


150 ફુટ રીંગરોડ પાસે દ્વારકા પ્રાઈડમાં આવેલ ક્લિનિકમાં તબીબને કનેક્શન બાબતે જીટીપીએલના મેનેજરે ફડાકા ઝીંકી મર્ડર કરી નાંખવાની ધમકી આપતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે અયોધ્યા ચોક પાસે અક્ષર હાઈટ્સમાં રહેતાં રાજકુમાર રમેશભાઈ ગજેરા (ઉ.વ.33) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિવેક પઢીયારનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બી.એ.એમ.એસ. ડોકટર છે અને 150 ફુટ રીંગરોડ પાસે દ્વારકા પ્રાઈડમાં ઓફીસ નંબર 412 મા મીરેકલ નામે ક્લીનીક ચલાવે છે. તેઓની બાજુમા આવેલ ઓફીસ નં-409 ના ચાર્ટડ એકાઉન્ટ નરેન્દ્રભાઈ બારોટ સાથે જીટીપીએલનુ કનેક્શન છે. ગઈ તા.17/01/2024 ના કનેક્શન બાબતની અરજી કરતા જીટીપીએલના મેનેજર વીવેકભાઈ પઢીયાર નરેન્દ્રભાઈની ઓફીસે આવી જગ્યાની વીઝીટ કરી જણાવેલ કે, સાંજ સુધીમા કનેક્શન ચાલુ થઈ જશે બાદ આ કનેક્શન ચાલુ ન થતા ગઈકાલે બપોરના બે વાગ્યાની આસપાસ તેને ફોન ફોન કરતા અમારે ફોનમા રકજક થયેલ હતી.
બાદમાં તેઓ ક્લીનીકે હાજર હતાં ત્યારે જીટીપીએલનો મેનેજર વીવેક પઢીયાર ઘસી આવેલ અને કનેકશન બાબતે ઝગડો થયેલો અને ગાળો આપી ફડાકા ઝીંકી ઢીકાપાટુની મારમારી હથોડી લઈ મારવા દોડેલ હતો અને કહેવા લાગેલ કે, તું નીચે ઉતર એટલે તારૂ મર્ડર કરી નાખીશ મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો.
બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીનો શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.