ગૌતમનગરના રહેણાંક મકાનમાંથી દારૂની 66 બોટલ મળી, ઈમરાન ચૌધરીની ધરપકડ - At This Time

ગૌતમનગરના રહેણાંક મકાનમાંથી દારૂની 66 બોટલ મળી, ઈમરાન ચૌધરીની ધરપકડ


શહેરના ગૌતમનગરના રહેણાંક મકાનમાંથી દારૂની 66બોટલ મળી આવી હતી. જેમાં ઈમરાન ચૌધરીની ધરપકડ કરાઈ હતી. એલસીબી ઝોન 2ની ટીમે કાર્યવાહી કરી હતી. જેમાં લક્ષ્મીનગરના ચંદ્રેશ ચૌહાણનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરાઇ છે.
શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડીશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇએ દારૂ અને જુગારની પ્રવૃતી સદંતર બંધ કરવા સારૂ કેશો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય જેથી પીએસઆઇ આર. એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટબલ જેન્તીગીરી ગોસ્વામીને મળેલ બાતમી આધારે ભરાડ સ્કુલની બાજુમાં આવેલ ગૌતમનગર શેરી નં.3 ખાતેથી આરોપીના રહેણાંક મકાનમાંથી દારૂની 66 બોટલ મળી આવી હતી. આરોપી ઇમરાન અબ્દુલભાઇ ચૌધરી (ઉ.વ.37, રહે- ગૌતમનગર શેરી નં.3 રેલ્વે પાટા પાસે)ની ધરપકડ કરાઈ હતી, દારૂની બોટલ, મોબાઈલ ફોન મળી રૂ.43 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપી ચંદ્રેશ ચેતનભાઇ ચૌહાણ (રહે- લક્ષ્મીનગર શેરી નં.2 રાજકોટ) દારૂ સપ્લાય કરી ગયો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.