જુનાગઢ લોકસભાની ચુટણી નું મતદાન પૂરુંથતા ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષના જીતના દાવાઓશરતોનું બજાર ગરમ - At This Time

જુનાગઢ લોકસભાની ચુટણી નું મતદાન પૂરુંથતા ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષના જીતના દાવાઓશરતોનું બજાર ગરમ


જુનાગઢ લોકસભાની ચુટણી પુરી થતા બન્ને પક્ષના જીતના દાવાઓશરતોનું બજાર ગરમવિસાવદરતા. જુનાગઢ લોકસભાની બેઠક પર ચુટણી પુરી થતા બન્ને રાજકીય પક્ષ ભાજપ તથા કોંગ્રેસ જીતના દાવાઓ સાથે ગણિત માંડી રહયા છે.જુનાગઢ લોકસભાની ગતવર્ષની મતદાનની ટકાવારી જોવામાં આવે તો કોંગ્રેસ કરતા ભાજપને ૧૪ ટકા મત વધુ મળ્યા હતા અને બન્ને ઉમેદવારો કોળી જ્ઞાતીના હતા જ્યારે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર આહીર જ્ઞાતિના હોય જ્યારે ભાજપના ઉમેદવાર કોળી જ્ઞાતિના હોય ત્યારે કોળી જ્ઞાતિના મતો એક તરફી રીતે ભાજપને ફાયદો પણ કરાવી શકે તેવી એક ચર્ચા ચાલી રહી છે જ્યારે તેમાં પણ કોંગ્રેસ પક્ષને માનનારા વ્યક્તિ નું મતદાન સ્વાભાવિક પણે કોંગ્રેસ તરફી થયેલ હોય તેવું રાજકીય પંડિતો માની રહિયા છે જ્યારે વિસાવદર તાલુકામાં સૌથી ઓછું મતદાન થયેલ હોય અને વિસાવદર તાલુકામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયેલ હતા અને આ વખતે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ગઠબંધન થી કોગ્રેસ પક્ષની લીડ વિસાવદર વિધાનસભા માંથી નીકળે તેવી લોકચર્ચા ચાલી રહી છે અને ભાજપની લીડ જુનાગઢ વિધાનસભા મત ક્ષેત્રમાંથી નીકળે તો આ બન્ને સીટ નો છેદ ઉડી જાય તેમ છે જ્યારે ઉના વિધાનસભા માં ભાજપની લીડ નીકળે અને કોડીનાર વિધાનસભામાં પણ ભાજપની લીડ નીકળે તેઓ દાવો ભાજપ કરી રહી છે જ્યારે માંગરોળ અને વેરાવળ સીટમાં કોંગ્રેસની લીડ નીકળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે તાલાળા વિધાનસભા મતક્ષેત્રના મતો નિર્ણાયક સાબિત થઈ શકે તેમ હોવાના પણ ગણિત મંડાઈ રહિયા છે જેમાં જ્ઞાતિ સમીકરણો જોતા જો મતદાન થયેલ હોય તો કોંગ્રેસને ફાયદો થઈ શકે તેમ છે જ્યારે માત્ર મોદી મેજીક ચાલેલ હોય તો ભાજપને ચોક્કસ ફાયદો થઈ શકે..મતદાનની ટકાવારી ઘટતા તેમજ ઉમેદવારની નારાજગી તથા લોકરોષના કારણે પણ મતદારોએ શુ કર્યું હોય તે કહેવું મુશ્કેલ છે ત્યારે ભૂતકાળમાં કોણે શુ કર્યું હતું તે પણ મુદ્દો ચર્ચામાં હોય અને પક્ષના જ લોકો સાથે રહીને દગો કરે તો પણ પરિણામ માં કઈક જુદુ થવાની શકયતા નકારી શકાતી નથી ઉપરાંત જુનાગઢ ની આ સીટમાં હારજીત પણ ઓછામતો થી થાય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહીયું છે અને ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો પોતાના કાર્યકરોનો ઉત્સાહ જાળવી રાખવા જીતના દાવાઓ કરી રહિયા છે હવે જોવાનું એ રહીયું કે ભાજપના રાજેશભાઇ રાજ ચાલુ રાખશે કે હીરાભાઈનો હાથ ઉપર રહેશે તે તો પરિણામ જ કહેશે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.