બોટાદમાં જિલ્લા સેવાસદન ખાતે યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bk9yi3tadquuolu2/" left="-10"]

બોટાદમાં જિલ્લા સેવાસદન ખાતે યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન


યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન

બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન: ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ તા. ૧ ઓગષ્ટ સુધીમાં અરજી કરી દેવાની રહેશે
ધો. ૬ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તા. ૩ થી ૭ ઓગષ્ટ, ૨૦૨૨ દરમિયાન “હર ઘર તિરંગા ”ની થીમ પર ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપનું આયોજન

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તથા બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે “હર ઘર તિરંગા ”ની થીમ પર ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપનું આયોજન થનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકો “હર ઘર તિરંગા” વિષે જાણે તથા બાળકોમાં ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે ધ્યાને લઇ તા. ૦૩/૦૮/૨૦૨૨ થી તા. ૦૭/૦૮/૨૦૨૨ દરમ્યાન ધોરણ ૬ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપનું દૈનિક બે કલાક આયોજન થનાર છે.બોટાદ જિલ્લામાંથી ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ એક સાદી અરજીમાં પોતાનું નામ, સરનામું, જન્મતારીખ મોબાઈલ નંબર, ધોરણ, સ્કૂલ તથા આધારકાર્ડ નંબર લખી જરૂરી ડોક્યુમેન્ટ સાથે તા. ૦૧/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, બોટાદ A/S-૧૩, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે મોકલી આપવાનું રહેશે તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]