શિહોર તાલુકાના રાજપરા ખોડીયાર ગામ પાસે આવેલ રામદેવપીર મંદિરના પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ના જથ્થા સહિત કુલ રૂપિયા ૨.૯૧.૨૫૦/-ના મુદ્દા માલ સાથે એક ઇસમ ને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ - At This Time

શિહોર તાલુકાના રાજપરા ખોડીયાર ગામ પાસે આવેલ રામદેવપીર મંદિરના પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ના જથ્થા સહિત કુલ રૂપિયા ૨.૯૧.૨૫૦/-ના મુદ્દા માલ સાથે એક ઇસમ ને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ


ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો શિહોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એક સીલ્વર કલરની સ્વીફ્ટ ડીઝાયર ફોર વ્હીલ ગાડી રજી નંબર GJ-14-AK-8315 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી શિહોરથી ભાવનગર તરફ આવતી હોવાની માહિતી આધારે ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલ રાજપરા ગામમાં રામદેવપરના મંદીર પાસે વોચમાં રહેતાં ઉપરોકત માહિતીવાળી કારમાંથી નીચે મુજબનાં ઇસમ ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં નીચે મુજબનાં જથ્થા સાથે મળી આવેલ. જે અંગે તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

*આરોપીઓઃ-*

1. મહેશભાઇ ઉર્ફે મયકુ હકાભાઇ મહેતા ઉ.વ.૨૯ ધંધો-ડ્રાયવીંગ રહે.યોગીનગર,લાઠી રોડ,અમરેલી
2. ભાવેશભાઇ પ્રવિણભાઇ રહે.વાવડી તા.કુંકાવાવ જી.અમરેલી (ઇંગ્લીશ દારૂ મોકલનાર-પકડવાનાં બાકી)
3. શૈલેષભાઇ જસાભાઇ ખમલ રહે.નેસડા તા.શિહોર જી.ભાવનગર (ઇંગ્લીશ દારૂ ખરીદનાર-પકડવાનાં બાકી)

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*

1. મેકડોવેલ્સ નંબર-૧ ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ ML કાચની કં૫ની સીલપેક બોટલો નંગ-૧૨ ભરેલ પેટી-૧૦ બોટલ નંગ-૧૨૦ તથા છુટક બોટલ નંગ-૭૦ મળી કુલ બોટલ નંગ-૧૯૦ કિ.રૂ.૭૧,૨૫૦/-
2. સીલ્વર કલરની સ્વીફ્ટ ડીઝાયર ફોર વ્હીલ કાર રજી નંબર- GJ-14-AK-8315 કિ.રૂ.૨,૧૦,૦૦૦/-
3. આછા ગુલાબી કલરનો ઓપો કં૫નીનો મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૯૧,૨૫૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા,હરિચંદ્દસિંહ ગોહિલ, બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા વગેરે જોડાયા હતા રીપોટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon